સ્માર્ટફોન શા કારણે ફાટે છે? આ કારણો જાણીને રહી જશો દંગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સ્માર્ટફોન શા કારણે ફાટે છે? આ કારણો જાણીને રહી જશો દંગ

સ્માર્ટફોન શા કારણે ફાટે છે? આ કારણો જાણીને રહી જશો દંગ

 | 4:38 pm IST
  • Share

સામાન્ય રીતે બધા લોકો પાસે સ્માર્ટફોન હોય છે. અને તાજેતરમાં સ્માર્ટફોન ફાટવાની ઘટનાઓ સામાન્ય થઈ ગઇ છે. જોકે, આ બાબત અમુક વખત ખૂબ જ જોખમી સાબિત થાય છે. સ્માર્ટફોનની બેટરી ફાટવાથી તમને નુકસાન પહોંચી શકે છે. જેની અસરથી બચવા માટે તમારે આ કારણો જરૂર જાણવા જોઈએ.

સસ્તી નકલી બેટરી
સ્માર્ટફોનમાં વિસ્ફોટનું એક કારણ સ્માર્ટફોનની સસ્તી બેટરી પણ હોય શકે છે. જો તમે કોઈ સસ્તી બેટરીનો ઉપયોગ કરો છો તો આ બેટરી જલદી ગરમ થઇ જાય છે. તેમજ બેટરી ફુલી જવાના કારણે બ્લાસ્ટ થવાની શક્યતા રહે છે.

બેટરી ગરમ થવી
બેટરી ગરમ થવી એ ફોન ફાટવાનું સૌથી સામાન્ય કારણ હોય છે. જો તમે ફોનને કલાકો સુધી ચાર્જિંગમાં રાખો છો અથવા તો ચાર્જિંગમાં રાખ્યા પછી પણ ફોન પર વાત કરો છો તો તેની બેટરી વધારે ગરમ થશે ઓવર ચાર્જ થાય છે. આવી સ્થિતિમાં બેટરી ઓગળી શકે છે.

શોર્ટ સર્કિટ
સ્માર્ટફોનની બેટરી લિથિયમ આયનની બની હોય છે. આ કારણે તે હળવી હોય છે. ઉંચેથી જો બેટરી નીચે પડે તો તેમાં શોર્ટ સર્કિટ થવાના શક્યાતાઓ વધી જાય છે. આ પરિસ્થિતિમાં બેટરી અને ફોન ફાટવાની શક્યતા વધી જાય છે.

નકલીચાર્જરનો ઉપયોગ
જો તમે સ્માર્ટફોનમાં કોઈપણ સામાન્ય ચાર્જર અથવા અન્ય કોઈ ચાર્જરથી ચાર્જ કરો છો તો એ તમારા ફોન અને બેટરી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન