લેપટોપ વેચતા અગાઉ જરૂર કરો આ કામ, મુશ્કેલીથી બચશો અને ફાયદામાં રહેશો - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લેપટોપ વેચતા અગાઉ જરૂર કરો આ કામ, મુશ્કેલીથી બચશો અને ફાયદામાં રહેશો

લેપટોપ વેચતા અગાઉ જરૂર કરો આ કામ, મુશ્કેલીથી બચશો અને ફાયદામાં રહેશો

 | 2:48 pm IST

શું તમે તમારા લેપટોપને વેચવાનું વિચારી રહ્યાં છો? જો તમારો જવાબ હા છે તો તમારી પાસે આ જાણકારી હોવી જરૂરી છે. લેપટોપને વેચતી વખતે હંમેશા યુઝર્સ આવી ભુલો કરી બેસે છે, જેનાથી બાદમાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ કે લેપટોપ વેચતા અગાઉ કયા કામ કરવા જરૂરી છે.

બેકઅપ જરૂર બનાવો –
લેપટોપ વેચાણ કરતા પહેલા પોતાના ડેટાનો બેકઅપ જરૂરથી બનાવો અને બાદમાં લેપટોપથી બધી ફાઇલો ડિલીટ કરી દો. રીસાયકલ બિનમાં જઇને પણ બધી ફાઇલ્સને ડિલીટ કરી દો.

ફુલ ફોર્મેટ કરો –
સારું રહેશે કે તમે તમારા લેપટોપનું વેચાણ કરતા પૂર્વ તેને ફોર્મેટ કરી નાખો. જેથી તમારા ડિલીટ ટેડાને રીકવર નહીં કરી શકાય.

માઇક્રો સોફ્ટ એકાઉન્ટને કરો સાઇન આઉટ –
લેપટોપનું વેચાણ કરતા પહેલા પોતાના માઇક્રો સોફ્ટ એકાઉન્ટને સાઇન આઉટ કરી દો.

લેપટોપની પેકેજિંગ કરો-
લેપટોપ વેચતા પહેલા તેના જુના કવર અને ગાઇડ બુકને શોધી લો. લેપટોપને ઓરિજનલ પેકેજની સાથે વેચાણ કરતા તમને વધારે ભાવ મળી શકે છે.

લેપટોપની કીમતની જાણકારી મેળવો –
લેપટોપને વેચતા પહેલા તેની માર્કેટ વેલ્યુની જાણકારી મેળવો. એવી ઘણી સાઇટો હોય છે જ્યાં તમે લેપટોપની સેકન્ડ હેન્ડ કીમતની જાણકારી મેળવી શકશો.

પેપર વર્ક કરો –
જો કંપની સિવાય તમે કોઇ વ્યક્તિને લેપટોપ વેચી રહ્યાં છો, તો તેનું કોઇ આડીપ્રુફ તમારી પાસે રાખો કે તેને તમારું લેપટોપ વેચ્યું છે. જેથી લેપટોપનો ખોટો ઉપયોગ થાય તો કોઇ પ્રકારની તમને મુશ્કેલી ના આવે.