Lifestyle things to do post relationship to stay safe and healthy
  • Home
  • Featured
  • સેક્સ કર્યા બાદ જરૂરથી કરો આ કામ, પછી જૂઓ ફાયદો

સેક્સ કર્યા બાદ જરૂરથી કરો આ કામ, પછી જૂઓ ફાયદો

 | 1:38 pm IST

પાર્ટનર સાથે ઇંટિમેટ થવુ અને સેક્સ કરવું એક ખુબજ યાદગાર અને સુંદર અનુભવ હોય છે. પોતાના સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમને ટકાવી રાખવા સ્નેહની સાથે સાથે સેક્સ પણ એટલું જ જરૂરી છે. પણ આ વસ્તુઓનો ત્યારેજ ભરપુર આનંદ ઉઠાવી શકાય જો તમે શારિરીક રીતે સ્વસ્થ હો. શરીરમાં જો કોઈ બીમારી હોય તો સેક્સને માણવામાં મુશ્કેલી આવે છે. અથવા તો ધીરે ધીરે સેક્સ કરવાની ઈચ્છાજ જાણે કે ખતમ થવા લાગે છે. આ જ કારણે હેલ્થને જાળવવા પર ભાર મુકવામાં આવે છે.

સેફ સેક્સ કરવા માટે આ જ કારણે વારંવાર કોન્ડમનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. આ સિવાય એવી કેટલીક ખાસ વાત છે જેને નજરઅંદાજ કે અવગણવાથી ખુબજ મોટુ નુકસાન થાય છે.

અમે એવુ બિલકુલ નથી કહેતા કે ઇંટરકોર્સ કરીને તરતજ પાર્ટનરથી અલગ થઈ જાઓ કે પાર્ટનરને ભુલીને તરતજ વોશરૂમ તરફ ડોટ મુકો. પણ ઈંટરકોર્સ કરીને થોડા સમયમાં જ રિલેક્શ થયા પછી યુરીન પાસ કરવું જોઈએ. આવુ એટલા માટે કેમકે ઇંટરકોર્સ દરમિયાન જો બેક્ટરીયા તમારા પ્રાઈવેટ પાર્ટમાં સંપર્કમાં આવ્યા હોય તો તેને તમે રોકી શકશો. સેક્સ કર્યા પછી યુરીન પાસ કરવું મહિલાઓ માટે પુરૂષો કરતાં વધારે જરૂરી છે. કેમકે મહિલાઓને ચેપી રોગ જલ્દીથી લાગે છે.

સેક્સ કર્યા પછી ખુબજ સારી રીતે પ્રાઈવેટ પાર્ટને ક્લીન કરવો જોઈએ. આનો મતલબ એ નથી કે તમે તરતજ ન્હાવા લાગો કે પછી કેમિકલ ધરાવતી પ્રોડક્ટનો વપરાશ કરો. આની જગ્યાએ તમે હુંફાળુ પાણી લઈ હલ્કા હાથે સફાઈ કરો. કેમિકલ વાળા પ્રોડક્ટનો ઉપયોગ તમારા પ્રાઈવેટ પાર્ટને નુકસાન કરી શકે છે.

આમતો મોટાભાગના લોકો વોશરૂમનો ઉપયોગ કરીને હાથ ધોતા હોય છે પણ સેક્સ કર્યા પછી પણ એટલીજ સ્વચ્છતા રાખવી જોઈએ. હાથને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈલો આને તમે રૂટિનનો એક ભાગ બનાવી લો. સેક્સ બાદ જેનિટલ્સ એરિયામાંથી જર્મ્સ નીકળીને આવે છે આથી સ્વચ્છતા રાખશો તો ચોક્કસ ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન