Third Day Of UNRESERVED Category Girls Protest, Nitin Patel Slams Congress
  • Home
  • Featured
  • બિન અનામત આંદોલનઃ એક મહિલાની તબિયત લથડી, નીતિન પટેલે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

બિન અનામત આંદોલનઃ એક મહિલાની તબિયત લથડી, નીતિન પટેલે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

 | 12:29 pm IST

ગુજરાતમાં GAD ઠરાવને લઈ શરૂ થયેલ આંદોલન અને તે બાદ અનામત અને બિન અનામત વર્ગના ઉમેદવારોનાં ઉપવાસ આંદોલનને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તો બીજી બાજુ બિન અનામત વર્ગ દ્વારા ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું હતું. જેમાં એક મહિલાની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો આ મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ અશાંતિ ફેલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

ડે.CM નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, બિનઅનામતના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. સરકાર કાયદાકીય રીતે નિર્ણય કરશે. સરકાર તરફથી શું કાર્યવાહી કરવી તે CM નક્કી કરશે. તમામ પાસાને જોઈને સરકાર નિર્ણય લેશે. દરેક સમાજની લાગણી ધ્યાનમાં લેવાશે. કોંગ્રેસને ગુજરાતમાં અશાંતિ ફેલાવવામાં રસ છે.

તો બિનઅનામત વર્ગની મહિલાઓનું ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત છે. વિરોધ પ્રદર્શન કરતી એક મહિલાની તબિયત લથડી હતી. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. ગઈકાલે આગેવાનોએ સરકાર સાથે બેઠક કરી હતી. નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.  તો આ મામલે લાલજી પટેલે કહ્યું કે, દરેક સમાજે સાથે રહીને કામ કરવું જોઈએ. બહેનો માટે અમારું આંદોલન ચાલુ જ રહેશે.

આ વીડિયો પણ જુઓઃ બિનઅનામત વર્ગની મહિલાઓનું ત્રીજા દિવસે આંદોલન 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન