third-flash-sale-today-jio-phone-2-on-jio-com-price-specifications-more
  • Home
  • Technology
  • Jio Phone 2નો ત્રીજો ફ્લેશ સેલ આજથી, જાણો કિંમત

Jio Phone 2નો ત્રીજો ફ્લેશ સેલ આજથી, જાણો કિંમત

 | 10:54 am IST

Jio Phone 2નું ભારતમાં અત્યાર સુધીમાં બે વાર સેલ થયો છે. રિલાયન્સ જિયોએ તેના ફિચર ફોન Jio Phone 2નો ત્રીજો સેલ શરૂ થયો છે. Jio Phone 2ની ખાસીયત QWERTY કીપેડ છે. ગયા બે સેલમાં થોડા સમયમાં જ ફોન આઉટ ઓફ સ્ટોક થયો હતો.

Jio Phone 2ની કિંમત
Jio Phone 2ની કિંમત રૂ.2,999 છે. ગ્રાહકોને ત્રણ રીચાર્જ વિકલ્પ મળી રહ્યા છે. જેમાં 49 રૂપિયા, 99 રૂપિયા અને 153 રૂપિયા છે. Jio ફોનનો ઓર્ડર કર્યા બાદ 5થી 7 દિવસમાં મળી જશે. આ ફોનમાં 2.4 ઇચની ક્યૂવીજીએ ડિસ્પ્લે છે. ફોનમાં 512 એમબી રેમ છે. 4 જીબી ઈનબીલ્ટ સ્ટોરેજ આપવામાં આવેલ છે. માઈક્રોએસડી કાર્ડથી 128 જીબી વધારી શકાય છે.

Jio Phone 2માં 2 મેગાપિક્સલ રિયર ફ્રંટ કેમેરા આપવામા આવ્યો છે. 2000 એમએચની બેટરી છે. કનેક્ટીવિટી માટે 4જી વીઓએલટીઇ, Vo વાયફાય, બ્લુટૂથ, જીપીએસ, એનએફસી ફીચર્સ આપવામાં આવ્યુ છે. Jio Phone 2માં વોયસ કમાન્ડ માટે અલગ બટન આપવામાં આવ્યુ છે જેનાથી ગૂગલ આસિસ્ટન્ટને એક્ટીવ કરી શકાશે. ફોનમાં 4 નેવિગેશન બટન આપેલા છે જે બ્લેકબેરીની યાદ અપાવે છે. નવા ફોનનો ડિસ્પ્લે પહેલા કરતા મોટું છે.