શાદીએ શાદીએ કુંવારા ઈમરાનખાનના ત્રીજા નિકાહ - Sandesh
NIFTY 9,998.05 -116.70  |  SENSEX 32,596.54 +-409.73  |  USD 65.0050 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • શાદીએ શાદીએ કુંવારા ઈમરાનખાનના ત્રીજા નિકાહ

શાદીએ શાદીએ કુંવારા ઈમરાનખાનના ત્રીજા નિકાહ

 | 9:21 am IST


પાકિસ્તાન તહરીકે ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના વડા અને પૂર્વ ક્રિકેટર ઈમરાનખાને ત્રીજીવારના લગ્ન કર્યા છે. પીટીઆઈએ આ અંગેના અહેવાલને સમર્થન આપ્યું છે. ઈમરાનખાનની ત્રીજી પત્નીનું નામ બુશરા માનિકા છે.

પાકપટ્ટણમાં આદરણીય પીરનો દરજ્જો ધરાવનાર બુશરા અને ઈમરાનખાનના નિકાહ રવિવારે લાહોરમાં સાદા સમારોહમાં થયા હતાં. પીટીઆઈના પ્રવક્તા ફવદ ચોધરીએ જણાવ્યું હતું કે લગ્નનું આયોજન બુશરાના ભાઈના નિવાસસ્થાને કરાયું હતું.

થોડા દિવસો અગાઉ અહેવાલ વહેતા થયા હતાં કે ઈમરાનખાન બુશરા માનિક સાથે નિકાહ પઢ્યા છે. ત્યારબાદ પીટીઆઈએ જણાવ્યું હતું કે ઈમરાનખાને માત્ર પ્રપોઝ જ કર્યું છે અને બુશરાબીબીએ થોડા સમયની માગણી કરી છે.

બુશરાબીબીના લગ્ન 1989માં ખાદિર માનિકા સાહબ સાથે લગ્ન થયા હતાં. તેમને પાંચ બાળકો છે અને પુત્રીઓ પરિણિત છે. જ્યારે પુત્ર ઈમરાનખાનની પાર્ટી સાથે સંકળાયેલા છે. ઈમરાનખાન ધાર્મિક કારણોસર તેમની પાસે જતા હતા, તેમ કહેવાય છે. બુશરાબીબીનું આધ્યાત્મિકતા તરફ જ ધ્યાન કેન્દ્રીત છે.

ઈમરાનખાને પાકિસ્તાની-બ્રિટિશ પત્રકાર જેમિમા ગોલ્ડસ્મિથ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્ર છે. ત્યારપછી ઈમરાનખાને 42 વર્ષની રેહમખાન સાથે લગ્ન કર્યાં હતા અને તે જ વર્ષે ઓક્ટોબરમાં તલાક થઈ ગયા હતાં.