#SurgicalStrike : Terror camps on India-Myanmar border destroyed
  • Home
  • Featured
  • ભારતીય સેના એ ફરી કરી મોટી સર્જીકલ સ્ટ્રાઇક? ડઝનબંધ આતંકી કેમ્પોનો કરી દીધો સફાયો

ભારતીય સેના એ ફરી કરી મોટી સર્જીકલ સ્ટ્રાઇક? ડઝનબંધ આતંકી કેમ્પોનો કરી દીધો સફાયો

 | 8:46 am IST

ભારત અને મ્યાનમારની સેના એ ભારત-મ્યાનમાર બોર્ડર પર 17 ફેબ્રુઆરીથી લઇ 2 માર્ચ સુધી એક મેગા ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમ્યાન આતંકીઓનો પૂર્વોત્તરમાં ભારતના એક મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પર હુમલાનો મંસૂબો નિષ્ફળ કરી દીધો. આ પ્રોજેક્ટ પર મ્યાનમારના એક ઉગ્રવાદી સંગઠનની ટેઢી નજર હતી.

પુલવામા-બાલાકોટ પર હતી નજર, મ્યાનમાર પહોંચી ઇન્ડિયન આર્મી
ખાસ વાત એ છે કે પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફ કાફલા પર હુમલા બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે ટેન્શન ટોપ લેવલ પર પહોંચી ગયું હતું. આ દરમ્યાન 26 ફેબ્રુઆરીના રોજ ભારતે પાકિસ્તાનમાં ઘૂસી બાલાકોટ પર હુમલો કરી જૈશના આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા.

આ દરમ્યાન ઇન્ડિયન આર્મીએ મ્યાનમારની અરાકાન આર્મી પર હુમલો કર્યો હતો. આ આર્મીને કાચિન ઇન્ડિપેન્ડન્સ આર્મી (KIA)નું વરદહસ્ત પ્રાપ્ત છે. આ સંગઠનને મ્યાનમારની સરકારે આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. અરાકાન આર્મી મેગા કાલાદાન પ્રોજેક્ટ પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યું હતું. આ એક ટ્રાંઝિટ પ્રોજેક્ટ છે જે કોલકત્તાના હલ્દિયા પોર્ટને મ્યાનમારના સિત્વે પોર્ટ (Sitwe port) સાથે જોડશે.

આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ મિઝોરમ મ્યાનમાર સાથે જોડાશે. આ પ્રોજેક્ટ કેટલો અગત્યનો અંદાજો એ પરથી લગાવી શકો છો કે તેનાથી મ્યાનમારથી મિઝોરમનું અંતર 1000 કિલોમીટર સુધીનું હશે. આ સિવાય બંને સ્થળોની વચ્ચે ટ્રાવેલ ટાઇમમાં પણ કમ સે કમ ચાર દિવસનો ઘટાડો આવશે.

ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ એકશન
કાલાદાન પ્રોજેક્ટ પર મંડરાતા ખતરાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યા બાદ સેના એ મિઝોરમના દક્ષિણ મ્યાનમારમાં અડ્ડા બનેલા આતંકીઓને ખદેડવાનો પ્લાન બનાવ્યો. તેના માટે ઇન્ડિયન આર્મી અને મ્યાનમાર આર્મીએ મોટું ઓપરેશન શરૂ કર્યું. તેના પહેલાં તબક્કામાં મિઝોરમથી અડીને આવેલ સરહદી વિસ્તારોમાં બનેલા નવા કેમ્પોને નષ્ટ કરી દીધા. જ્યારે બીજા તબક્કામાં ખતરનાક નાગા ગ્રૂપ (NSCN-K)ના કેમ્પને ઉડાવી દીધા.

સેનાના સૂત્રોના મતે ડિપ્લોયમેંટ અને કવર કરવામાં આવેલા એરિયાના મામલામાં આ પોતાની રીતે પહેલું ઓપરેશન હતું જો કે બે સપ્તાહ સુધી ચાલ્યું અને 2 માર્ચના રોજ ખત્મ થયું. રિપોર્ટના મતે અરાકાન આર્મી અને KIAને ચીનનું સમર્થન પ્રાપ્ત છે.

આ ઓપરેશનમાં ઉગ્રવાદીઓના ડઝનબંધ અડ્ડાને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધા છે. આ જમીન પર હવે મ્યાનમારની સેનાનો કબ્જો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં KIAએ 3000 છોકરાઓને ટ્રેંડ કર્યા છે. આ સંગઠન મ્યાનમારના કાચિન પ્રાંતમાં સક્રિય છે. કાચિન પ્રાંત ચીનની સરહદે આવેલ છે, તે દ્રષ્ટિથી ચીન માટે તેમને ટ્રેંડ કરવા સરળ હતા.

મિઝોરમમાં ઠેકાણા બનાવાની કોશિષ કરી રહ્યા હતા 3000 આતંકી
રિપોર્ટના મતે આ 3000 ઉગ્રવાદી મિઝોરમના લવાંગતાલા જિલ્લામાં પોતાના ઠેકાણા બનાવાની કોશિષ કરી રહ્યાં હતા. તેમણે અહીંથી ખદેડવા માટે જ સેના એ ઓપરેશન ચલાવ્યું હતું. ઓ ઓપરેશનમાં ઇન્ડિયન આર્મીની સ્પેશ્યલ ફોર્સ, અસમ રાઇફલ્સ, બીજી ઇંફ્રેંટી યુનિટ્સ સામેલ હતા. આ ઓપરેશનમાં હેલિકોપ્ટર્સ, ડ્રોન્સ અને બીજા સર્વિલન્સ સાધનોનો ઉપયોગ કરાયો હતો.

ત્રણ વખત પોતાની સરહદથી બહાર જઇ એર સ્ટ્રાઇક કરી : રાજનાથ સિંહ
આપને જણાવી દઇએ કે 9 માર્ચના રોજ કર્ણાટકની એક રેલીને સંબોધિત કરતાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પાંચ વર્ષમાં ઇન્ડિયન આર્મી એ ત્રણ વખત પોતાની સરહદથી બહાર જઇ એર સ્ટ્રાઇક કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ બે સ્ટ્રાઇક અંગે જ માહિતી આપશે. ગૃહમંત્રીએ ત્રીજા એર સ્ટ્રાઇક અંગે માહિતી આપવાની ના પાડી દીધી હતી. હવે અંદાજો લગાવી રહ્યા છે કે કે કયાંક રાજનાથ સિંહ આ જ હુમલાનો ઉલ્લેખ તો નહોતા કરી રહ્યાં ને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન