ટીમ ઇન્ડિયાના વિજય રથ પર આફ્રિકાના આ 5 ધુરંધર બ્રેક લગાવી શકે, જાણો કાય કયા – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7950 +0.59
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાના વિજય રથ પર આફ્રિકાના આ 5 ધુરંધર બ્રેક લગાવી શકે, જાણો કાય કયા

ટીમ ઇન્ડિયાના વિજય રથ પર આફ્રિકાના આ 5 ધુરંધર બ્રેક લગાવી શકે, જાણો કાય કયા

 | 5:10 pm IST

વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ ભારે મુશ્કેલીભર્યો રહેવાની શક્યતા છે. વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ ભારત સામે આ પ્રવાસમાં પોતાના જીતના ક્રમને જાળવી રાખવાનો મોટો પડકાર છે. કોહલીના નેતૃત્ત્વમાં ભારતીય ટીમે 2017માં પોતાના હોમ ગ્રાઉન્ડ પર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઘણી સફળતા મેળવી હતી. ટીમ ઇન્ડિયાને હવે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં જીત મેળવી દર્શાવવું પડશે કે, વિદેશી ધરતી પર પણ ભારતીય ટીમ સફળતા મેળવી શકે છે.

ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો સાઉથ આફ્રિકાની ટીમ ઘણી સંતુલિત છે અને તેઓ ભારત બાદ બીજા નંબરે છે. તેવામાં બંને દેશો વચ્ચેનો આ મુકાબલો ઘણો રોમાંચક બની રહેવાની શક્યતા છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ પાંચ જાન્યુઆરીથી રમાનાર છે જેમાં ભારતીય ટીમના ગત વર્ષના પ્રદર્શનને આધારે આફ્રિકામાં પણ સારા દેખાવની આશા વ્યક્ત કરાઈ રહી છે પરંતુ સાઉથ આફ્રિકા ટીમના પાંચ ખેલાડીઓ જે ભારતીય ટીમના વિજય રથ પર બ્રેક લગાવી શકે છે.

હાશિમ અમલા :
ભારતીય મૂળના હાશિમ અમલાનો ત્રણેય ફોર્મેટમાં રેકોર્ડ ઘણો સારો છે. ટેસ્ટ ક્રિકેટમાં અમલાએ 110 ટેસ્ટમાં 49.61ની એવરેજથી 8,583 રન બનાવ્યા છે જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 311 છે. અમલાને વિરાટ કોહલીની સાથે વિશ્વના સૌથી સારા ટેસ્ટ બેટ્સમેનોમાં ગણવામાં આવે છે. તે 28 સદી ફટકારી ચૂક્યો છે. સેટ થયા બાદ મોટી ઇનિંગ રમવામાં માહેર છે. આથી અમલા ભારતીય બોલરો માટે ખતરો સાબિત થઈ શકે છે.

ડુ પ્લેસિસ :
સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 46.54ની એવરેજથી 2,839 રન બનાવ્યા છે. અમલા બાદ તેને ટેસ્માં સાઉથ આફ્રિકા ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન માનવામાં આવે છે. અમલાની જેમ ડુ પ્લેસિસ પણ લાંબી ઇનિંગ રમવા માટે જાણીતો છે. ડુ પ્લેસિસે 45 ટેસ્ટમાં સાત સદી અને 15 અર્ધી સદી ફટકારી છે. તે પણ ભારત માટે પડકાર બની શકે છે.

એબી ડી વિલિયર્સ :
360 ડિગ્રી બેટ્સમેન તરીકે જાણીતા એબી ડી વિલિયર્સ ફોર્મમાં હોય ત્યારે તેને રોકવો કોઈ પણ બોલર માટે મુશ્કેલ બની જાય છે. આથી ડી વિલિયર્સને જલદી આઉટ કરવા માટે ભારતીય બેટ્સમેનોએ ખાસ રણનીતિ બનાવવી પડશે. જો ડી વિલિયર્સ ટકી જાય તો તે મેચનું પરિણામ બદલી શકે છે. આફ્રિકાના સૌથી અનુભવી બેટ્સમેનોમાં સામેલ ડી વિલિયર્સે 107 ટેસ્ટમાં 50.47ની એવરેજથી 8,127 રન બનાવ્યા છે. જેમાં 21 સદી સામેલ છે.

ડેલ સ્ટેન :
34 વર્ષના ડેલ સ્ટેન સાઉથ આફ્રિકાના સૌથી અનુભવી ઝડપી બોલર છે. ડેલ સ્ટેને ઇજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરી છે જેને કારણે તે ભારતીય ખેલાડી પર કેટલી અસર છોડી શકે છે તે રસપ્રદ રહેશે. સ્ટેને 22ની એવરેજથી 417 વિકેટ ઝડપી છે. ભારત સામે ડેલ સ્ટેને 13 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 63 વિકેટ ઝડપી છે. તેમાં પણ આફ્રિકાની ધરતી પર સ્ટેને ભારત સામેની સાત ટેસ્ટમાં 37 વિકેટ ઝડપી ચૂક્યો છે.

કગિસો રબાદા :
22 વર્ષીય કાગિસો રબાદા સાઉથ આફ્રિકાના મુખ્ય ઝડપી બોલર તરીકે ઊભરી રહ્યો છે. 22 વર્ષના રબાદાએ ૨૩ ટેસ્ટમાં 22.29ની એવરેજથી 150 વિકેટ ઝડપી છે. 140થી વધુની ઝડપે બોલિંગ નાખનાર રબાદા પાસે ઉછાળ પણ ઘણી સારી છે. તે પોતાની ધરતી પર ઘણો ઘાતક સાબિત થયો છે. રબાદાએ સાઉથ આફ્રિકાની પીચ 17 ટેસ્ટમાં 64 વિકેટ ઝડપી છે. તે ડેલ સ્ટેન અને મોર્ને મોર્કેલ સાથે મળી ભારતની મુશ્કેલી વધારી શકે છે.

ફિલાન્ડર :
ડેલ સ્ટેન અને કગિસો રબાદા ઉપરાંત વેર્નોન ફિલાન્ડર પણ ભારતીય બેટિંગલાઇનને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. 32 વર્ષીય ફિલાન્ડર બોલને બંને તરફ મૂવ કરાવી શકે છે. ફિલાન્ડરે 47 ટેસ્ટમાં 22.37ની એવરેજથી 173 વિકેટ ઝડપી છે. બે વખત તે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ ઝડપી ચૂક્યો છે. ફિલાન્ડરે પોતાની પ્રથમ 50 વિકેટ માત્ર સાત ટેસ્ટ મેચમાં જ ઝડપી હતી. આ ઉપરાંત ફિલાન્ડર ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે.