This film will be released on Eid this time
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મમાં ધીરૂભાઈ અંબાણીનો રોલ નિભાવશે આ કલાકાર

સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મમાં ધીરૂભાઈ અંબાણીનો રોલ નિભાવશે આ કલાકાર

 | 10:48 am IST

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન આ સમયે પોતાની આગામી ફિલ્મ ભારતની શુંટિગમાં વ્યસ્ત છે. અલી અબ્બાસ જફરના ડીરેક્શનમાં બની રહેલ આ ફિલ્મ ખુબજ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝીટ કેટરીના કૈફ કામ કરશે. પહેલા આ રોલ માટે પ્રિયંકા ચોપડાને સાઈન કરવામાં આવી હતી. પણ પ્રિયંકાએ આ ફિલ્મને છોડી દેતા હવે કેટરીના આ રોલ નિભાવશે.

હવે એવો રિપોર્ટ મળી રહ્યો છે કે આ ફિલ્મમાં વરૂણ ધવન પણ એક કેમિયો કરશે. માનવામાં આવી રહ્યુ છે કે તેમાં યુવાન ધીરૂભાઈ અંબાણીનો રોલ નિભાવશે. હાલ સુધી ફિલ્મમાં ડીરેક્ટર અને ટીમે ફિલ્મ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. ફિલ્મની કહાની પણ ગુપ્ત રાખવામાં આવી છે. હાલ સુધી કોઈ સ્પષ્ટ થયુ નથી કે વરૂણનો આ કેમિયો ગીત સ્વરૂપે હશે કે પાત્રના રૂપમાં પણ વરૂણને આ ફિલ્મ જોવાનું દિલચશ્પ રહેશે.

આવામાં એવી ખબર મળી રહી છે કે ભારતમાં કેટરીના સલમાન ખાનની બોસનો રોલ કરતી નજરે ચડશે. આ ફિલ્મમાં સલમાન, કેટરીના, તબ્બુ, દિશા પટણી અને સુનીલ ગ્રોવર મહત્વપૂર્ણ રોલ નિભાવશે. આ ફિલ્મ આ વખતે ઈદના મોકા પર રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન