Bollywood this-actress-love with Rahul gandhi and prapose
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાહુલ ગાંધીની દીવાની થઇ આ અભિનેત્રી, ખુલ્લેઆમ કર્યો પ્રેમનો એકરાર

રાહુલ ગાંધીની દીવાની થઇ આ અભિનેત્રી, ખુલ્લેઆમ કર્યો પ્રેમનો એકરાર

 | 3:37 pm IST

પોતાના વિવાદીત નિવેદનો માટે પ્રખ્યાત ટીવી અભિનેત્રી માહિકા શર્માએ એક વખત ફરીથી ચોંકાવનારી વાત કહી છે. જોકે, માહિકા શર્માએ એક પોસ્ટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. માહિકાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના પ્રેમમાં છે. માહિકાની પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી જવા પામ્યો છે.

 

માહિકાએ રાહુલ ગાંધીની એક તસવીર શેર કરતા કેપ્શન લખ્યું – હું તેની સાથે પ્રેમમાં એટલા માટે છું કે કારણકે લોકોના ચહેરા પર સ્માઇલ લાવે છે અને ક્યારેક ક્યારેક ક્રેઝી વાતો પણ કરે છે. એક રાજામાં પણ આ પ્રકારના ગુણ હોય છે. પ્રત્યેક ચહેરા પર મુસ્કાન એક રાજાની જવાબદારી હોય છે. તે પહેલા પણ એક પોસ્ટમાં માહિકાએ લખ્યું હતું કે, તે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાને ખુશ કરવા માટે વ્રત રાખી રહી છે. જેનાથી તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણીમાં જીત અપાવી શકે છે. માહિકાએ કહ્યું હતું કે તે નવ દિવસ ઉપવાસ રાખશે.

માહિકાનું રાહુલને લઇને પ્રેમ વ્યક્ત કરવાની પોસ્ટમાં લોકો તેમનું રિએક્શન જાહેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ આ મૉડલની હાલ લાઇફ શરૂ થઇ નથી અને ખતમ કરવામાં લાગી ગઇ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે મોદીનું સમર્થન કરનારા તેને અનફોલો કરી રહ્યા છે. જણાવી દઇએ કે માહિકા શર્માલ તેના વિવાદીત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે સિવાય તે સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરવાના કારણે ચર્ચામાં રહે છે. માહિકા જલદી જ તેના બોયફ્રેન્ડ ડૈની ડીની સાથે બોલીવુડ ફિલ્મ ‘ધ મોર્ડન કલ્ચર’ માં નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન