This actress was crossing the road, this person caught her by the throat and...
  • Home
  • Featured
  • Video : રસ્તા પરથી જઇ રહી હતી આ અભિનેત્રી, રસ્તે જઇ રહેલા વ્યક્તિએ પકડીને કર્યું કંઇક એવુ કે…

Video : રસ્તા પરથી જઇ રહી હતી આ અભિનેત્રી, રસ્તે જઇ રહેલા વ્યક્તિએ પકડીને કર્યું કંઇક એવુ કે…

 | 4:50 pm IST

ડાન્સર, અભિનેત્રી અને જજ રહી ચૂકેલી શક્તિ મોહને તેના ડાન્સથી લોકોના દિલમાં ખૂબ જગ્યા બનાવી છે. શક્તિ મોહન સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહે છે. તે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં તેને એક એવો વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં શક્તિ મોહન રસ્તો ક્રોસ કરી રહી છે. ત્યારે તેને પાછળથી એક શખ્સ તેનું ગળું પકડી લે છે તે બાદ બન્ને રસ્તા પર જ ડાન્સ કરવાનું શરૂ કરી દે છે. શક્તિ મોહનનો આ વીડિયો જબરદસ્ત છે. પરંતુ શરૂઆતમાં આ વીડિયો કોઇને પણ ચોંકાવી શકે છે. શક્તિ મોહને આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને જોતા જ સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઇ છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ચારેય તરફ ગાડીઓ આવવા છતા પણ શક્તિ મોહન અને તેનો પાર્ટનર એલેક્સ વોંગ ડાન્સ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન