this-actress-was-wanted-by-her-husband-and-many-children
  • Home
  • Featured
  • અધુરા રહ્યા સપના: લગ્ન-પતિ અને બહુ બધા બાળકો ચાહતી હતી આ અભિનેત્રી

અધુરા રહ્યા સપના: લગ્ન-પતિ અને બહુ બધા બાળકો ચાહતી હતી આ અભિનેત્રી

 | 7:41 pm IST

દરેક સ્ત્રીનું એક સપનું હોય છે કે તેનો એક સુંદર ઘર સંસાર હોય. સ્ત્રી ત્યારેજ પૂર્ણ બને છે જ્યારે તે માતા બને. ગમેતે સમય હોય કે ગમે તે સ્ત્રી હોય અંગત રીતે આ ઈચ્છાઓ તેની અંદર ધરબાયેલી જ હોય છે. આજે વાત કરીશુ એવા જ એક ચહેરાની જેને હવે કોઈ ઓળખાણની જરૂર નથી હાલ પણ તેની સામે તમામ હિરોઇનો પાણી ભરે એવા અનહદ સૌંદર્યની તે માલિકીન છે.

હિન્દી સિનેમામાં રેખાનું નામ એક એવુ નામ છે જેની અંદર આવી ખામોશીઓ છુપાયેલી છે. આજે વાત કરીએ છીએ રેખાની ખુબસુરતીની તો તેમની અંદરના કલાકાર તેમના સંબંધોથી રેખા હંમેશા ચર્ચામાં રહી છે. વાત જ્યારે તેની અંગદ જીંદગીની આવે ત્યારે રેખા બિલ્કુલ ચુપ થઈ જાય છે અને ભાગ્યે જ કંઇ બોલે છે. હંમેશા હસ્તા આ ચહેરા પાછળ કેટલુંયે દર્દ છુપાયેલું છે.

રેખા આજે એ મુકામ પર છે જ્યાં પહોંચવાનું સૌ કોઈનું સપનું હોય છે. આ મળેલી પ્રસિદ્ધી રેખાને સરળતાથી નથી મળી. રેખાનું અસલી નામ ભાનુ રેખા ગણેશન છે. ફક્ત 13 વર્ષની ઉંમરે રેખાએ તેની કેરિયરની શરૂઆત કરી હતી. બેશક રેખાના પિતા જૈમિની ગણેશન હતા પણ તેમની તરફથી રેખાને ક્યારેય એ પ્રેમ ન મળ્યો. રેખાએ એક વાર તેનું દર્દ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે મે તેમને જોયા છે પણ ક્યારેય મહેસુસ નથી કર્યા.

રેખા તમીલ ફિલ્મોથી હિન્દી ફિલ્મોમાં આવી હતી. શરૂઆતમાં તેના શ્યામ રંગના કારણે તેને ખુબજ સહન કરવુ પડ્યુ હતુ. રેખાએ અથાગ મહેનત કરી પોતાની જાતને આજે ખાસ બનાવી છે. તેમની ભાષા હિન્દી ન હોવા છતા તેમણે ખુબ મહેનત કરી છે.
રેખાએ એક વાર કહ્યુ હતુ કે હુ ક્યારેય ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા રાખતી ન હતી. મારે મારો ઘરસંસાર વસાવવો હતો. બહુ બધા બાળકો જોતા હતા.