Technology: this app will deliver nariyal pani at your doorstep
  • Home
  • Featured
  • ઉનાળામાં શરીરની ઠંડક માટે આ વિશેષ પીણું આ એપ કરે છે ડિલિવરી, જાણો તેના વિશે

ઉનાળામાં શરીરની ઠંડક માટે આ વિશેષ પીણું આ એપ કરે છે ડિલિવરી, જાણો તેના વિશે

 | 1:15 pm IST

તાજેતરના દિવસોમાં ફેશનથી લઇ ખોરાકની ડિલિવરી માટે ભારતમાં ઘણી ઓનલાઇન સર્વિસ હાજર છે. રોજિંદા જરૂરિયાતોની લગભગ બધી વસ્તુઓ ઓનલાઇન એપ્લિકેશન્સ દ્વારા ઉપલબ્ધ છે. હવે એક એવી એપ્લિકેશન છે જે તમને આ ગરમ ઉનાળામાં તમારા દરવાજા પર નાળિયેરનું પાણી ઉપલબ્ધ કરાવશે. Niu Neer તરીકે ઓળખાતી આ એપ્લિકેશન ભારતની પ્રથમ નારિયેળ પાણી ડિલિવરી કરતી એપ્લિકેશન છે.

મુંબઈ અને ચેન્નઈ ઉપલબ્ધ છે સર્વિસ:
Niu Neer એપ્લિકેશન હાલમાં મુંબઈ અને ચેન્નઈમાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનના ફોલોવર્સ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં નાળિયેરનું પાણી વ્યાપક રીતે પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં નાળિયેરના પાણીનો ખૂબ ક્રેઝ છે. ભારતના અન્ય ભાગોમાં પણ નાળિયેર પાણીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય નિર્માતા અને ગ્રાહક વચ્ચેના ઘણા સ્તરોને દૂર કરવાનો છે. આ એપ્લિકેશન દ્વારા નાળિયેરનું પાણી નિર્માતા પાસેથી સીધુ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે.

આ શહેરોમાં પણ શરૂ થશે સર્વિસ:
મુંબઇ અને ચેન્નઈમાં લોકપ્રિયતા વધારીને, હવે એપ્લિકેશન આગામી 18 મહિનામાં 5 વધુ શહેરોમાં તેની સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ, પુણે અને ઇન્દોર સિટીનો સમાવેશ થાય છે. ભારતમાં તાજેતરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશના મોટાભાગના ભાગોમાં તીવ્ર ગરમી પડી રહી છે. જેમાં ગરમીથી બચવા નાળિયેરનું પાણી એક સારો વિકલ્પ છે. ભારતમાં ઘણા ઇન્ટરનેટ બ્રાંડ્સ ફેશનથી લઇ ખોરાક માટે ડિલિવરીની સર્વિસ આપે છે. તેવામાં આ Niu Neer એપ્લિકેશન આ પ્રકારની પ્રથમ એપ્લિકેશન જે નારિયેળનું પાણી ડિલિવરી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન