This bug in Android Mobile will simply clear your bank account
  • Home
  • Technology
  • Andriod મોબાઇલમાં આ એક Bug ખાલી કરી દેશે તમારું બેન્ક એકાઉન્ટ

Andriod મોબાઇલમાં આ એક Bug ખાલી કરી દેશે તમારું બેન્ક એકાઉન્ટ

 | 8:41 pm IST

હાલમાં યંગસ્ટર્સ મોબાઇલનો ખુબ ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ એંડ્રોઇડ મોબાઇલથી સોશિયલ મીડિયામાં પોતાના વાતને વાચા પણ આપે છે. એન્ડ્રોઇડ મોબાઇલ માર્કેટમાં આવ્યા બાદ મોબાઇલના જમાનામાં ક્રાંતિ આવી ગઇ છે. પરંતુ એંડ્રોઇડ યૂઝર્સ પર હવે એક નવો ખતરો મંડરાઇ રહ્યો છે. અને આખતરો છે યૂઝર્સના બેન્ક એકાઉન્ટ ખાલી થવાનો. હવે એક એવી જાણકારી સામે આવી રહી છે જેને જાણી એન્ડ્રોઇડ યૂઝર્સે સાવધાન થઇ જવું પડશે. એંડ્રોઇડ યૂઝર્સના મોબાઇલમાં બેન્કીંગ એપમાં એક બગ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ગૂગલ પાસે 2.5 બિલિયન એક્ટિવ એંડ્રોઇડ ડિવાઇસ છે. આ યૂઝર્સ પર છેતરપિંડી કરનારાઓની નજર છે.

નોર્વેની એક મોબાઇલ સિક્યોરિટી કંપનીએ એંડ્રોઇડ સ્માર્ટફોનમાં એક કમી શોધી કાઢી છે. અને આ કમી કોઇ બીજૂ નહી પરંતુ આ એક પ્રકારનો બગ છે. જે ફક્ત એંડ્રોઇડ યૂઝર્સને ટાર્ગેટ કરે છે. આ બગના કારણે યૂઝરના બેન્ક એકાઉન્ટની માહિતી, લોગીન પાસવર્ડ સુધી ચોરી લેવામાં આવે છે અને પછી બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરવામાં આવે છે. મોબાઇલ ફર્મની રિસર્ચ અનુસાર આ બગનું નામ ‘સ્ટ્રૈડહોગ’ છે. આ લૂપહોલ મલ્ટિટાસ્કિંગ સિસ્ટમમાં જાણવા મળ્યું છે.

એંડ્રોઇડ બગથી બચવા માટે સૌથી જરૂરી છે કે તમારા સ્માર્ટફોનમાં કોઇપણ એવી એપ ડાઉનલોડ ન કરો, જેના પર તમને થોડી પણ શંકા હોય. એ વસ્તુનું પણ ધ્યાન રાખો કે, જો કોઇ એપ જરૂરી નથી તો માત્ર તેની જાહેરાત જોઇને તે એપને ડાઉનલોડ ન કરશો. થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતાં બચો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન