NIFTY 10,218.20 -12.65  |  SENSEX 32,571.82 +-61.82  |  USD 64.9100 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • આ કાર છે સેક્સી, પણ ઝડપમાં બધાને હંફાવે છે

આ કાર છે સેક્સી, પણ ઝડપમાં બધાને હંફાવે છે

 | 11:57 am IST

સ્પોર્ટસ કાર બનાવતી સ્વીડનની કંપની Koenigsegg ઓટોમેટિવની Agera RS  હાયપર કારે ઝડપનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે.  આ કારે બુગાટી ચિરોનો રેકોર્ડ તોડતાં માત્ર 36.33 સેકન્ડમાં જ કલાકના 400 કિલોમીટરની ઝડપે દોડવા લાગી હતી.

કલાકના 0થી 400 કિલોમીટરની ઝડપ મેળવવામાં કારે માત્ર 26.88 સેકન્ડનો જ સમય લીધો હતો. જ્યારે શૂન્ય પર પરત આવતાં ફક્ત 9.56 સેકન્ડ જ લાગી હતી. આ બુલેટ કાર એટલે કે હાયપરકારે 2,441 મીટર એટલે કે 2.5 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. કંપનીના દાવા મુજબ  Agera RS વિશ્વની સૌથી ઝડપી કાર છે.

કારની કિંમત 33 લાખ ડોલર એટલે કે રૂ. 21 કરોડ છે. Agera RSનું વજન 1,395 કિલો છે. તેમાં 5.0 લીટર વી8 ટ્વિન ટર્બોચાર્જડ એન્જિન ગોઠવવામાં આવ્યું છે. એન્જિન 1,341 બીએચપી પાવર અને 1,370 ન્યૂટન મીટરની ટોર્ક જનરેલ કરી શકે છે.