This Chinese girl's dance video viral on Bollywood songs
  • Home
  • Featured
  • આ ચાઇનીઝ છોકરીનો ડાન્સ જોઇને તમારા પગ પણ થનગનશે – જુઓ Video

આ ચાઇનીઝ છોકરીનો ડાન્સ જોઇને તમારા પગ પણ થનગનશે – જુઓ Video

 | 12:55 pm IST

2001માં આવેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ‘લજ્જા’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મના લગભગ ગીત પણ પોપ્યુલર પણ થયું હતું. પરંતુ તેમાથી એક ગીતા ‘બડી મુશ્કેલ બાબા બડી મુશ્કેલ’ આજે પણ લોકોની વચ્ચે મશહૂર છે. આ ગીતમાં બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે જબરદસ્ત પરફોર્મ કર્યું હતું. આ ગીતમાં માધુરી દિક્ષીતના ડાન્સના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

એટલું જ નહીં આ ગીતનો ક્રેઝ યુવાનોમાં એટલો વધી ગયો હતો કે ઘણા લોકોએ તેના ડાન્સ સ્ટેપ ફોલો કરીને પોતાના ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જોકે આ ગીતનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ચાઇનીજ છોકરી તેના ગ્રુપ સાથે મળીને જબરદસ્ત ડાન્સ કરતી નજરે પડી રહી છે. વ્હાઇટ કલરની સાડી પહેરીને તે બિલકુલ માધુરી દીક્ષિતની જેમ ડાન્સ કરી રહી છે. જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધી 7,60,712 વખત જોવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન