This City Was Haishenwai As Chinese Land : China Claim On City Of Vladivostok In Russia
  • Home
  • Featured
  • ભુખ્યા ચાઈનીઝ ડ્રેગનનો રશિયાને ફૂંફાડો : આખા શહેર પર જ દાવો ઝીંકતા કહ્યું- આતો અમારૂ છે

ભુખ્યા ચાઈનીઝ ડ્રેગનનો રશિયાને ફૂંફાડો : આખા શહેર પર જ દાવો ઝીંકતા કહ્યું- આતો અમારૂ છે

 | 8:10 pm IST

વિસ્તારવાદી ચીન દુનિયાભરના એનક વિસ્તારો પર પોતાના દાવા કર્યે જ રાખે છે. ભારતના લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ, સાઉથ ચાઈના સી, બ્રુનેઈ-ઈન્ડોનેશિયા સહિતના નાના દેશોના અસંખ્ય દ્વિપ પર, હોંગકોંગ, મોંગોલિયા સહિતના અનેક દેશોના વિસ્તરો પર દેધનાધન રીતે ચીન પોતાનો દાવો કરતુ રહ્યું છે. હવે તેને રશિયાને પણ છંછેડવાનું શરૂ કરી દીધું છે.

ચીને રશિયાના વ્લાદિવોસ્તોક શહેર પર પોતાનો દાવો ઝીંકી દીદો છે. ચીનનું કહેવું છે કે, રશિયાનું આ શહેર વ્લાદિવોસ્તોક તો 1860 પહેલા ચીનનો ભાગ હતું. રશિયાએ તેની પાસેથી આ શહેર આંચકી લીધું હોવાનો દાવો કરી દીધો છે. હવે ચીન અને રશિયા વચ્ચે વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે.

ભારત સાથે ચીનના સરહદી વિવાદને લઈને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે ચીન સંયમ દાખવવાના બદલે ઉશ્કેરણીજનક હરકત કરવા લાગ્યું છે. ચીનની સરકારી સમાચાર ચેનલ સીજીટીએનના એડિટર શેન સિવઈએ દાવો કર્યો છે કે, રશિયાનું વ્લાદિવોસ્તોક શહેર 1860 પહેલા ચીનનો ભાગ હતું. આ શહેર પહેલા હૈશેનવાઈ તરીકે જાણીતું હતું. પરંતુ એકતરફી સંધિ અંતર્ગત ચીને તેને છીનવી લીધું હતું.

સીજીટીએનના એડિટરની ટિપ્પણી આટલી મહત્વની કેમ?

ચીનમાં જેટલા પણ મીડિયા સંગઠનો છે તે તમામ સરકારી જ છે. તેમાં બેઠેલા લોકો પણ ચીની કમ્યૂનિસ્ટ પાર્ટીના ઈશારે જ લખે અને બોલે છે. માટે ચીની મીડિયામાં છપાયેલી કોઈ પણ વાત ત્યાંની સરકારનો જ વિચાર માનવામાં આવે છે. આ સ્થિતિમાં શેન સિવઈનું ટ્વિટ ઘણું જ મહત્વનું બની જાય છે. છેલ્લા થોડા દિવસોમાં ચીનના રશિયા સાથેના સંબંધોમાં પણ કડવાશ આવી છે.

સબમરીન સાથે સંબંધીત ગુપ્ત ફાઈલો ચોરવાનો આરોપ

રશિયાએ થોડા દિવસ પહેલા જ ચીનની ગુપ્તચર એજંસી પર સબમરીન સાથે સંકળાયેલા અતિ સંવેદનશીલ અને મહત્વની ફાઈલો ચોરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે રશિયાએ ચીનના એક નાગરિકની ધરપકડ પણ કરી હતી. તેના પર દેશદ્રોહનો આરોપ લગાવ્યો હતો. આ વ્યક્તિ રશિયાની સરકારમાં ટોચના પદે હતો જેને આ ફાઈલ ચોરીને ચીનને સોંપી દીધી હતી.

એશિયામાં ચીન આ દેશો મોટો ખતરો

એશિયામાં ચીનની વિસ્તારવાદી નીતિઓથી ભારતને સૌથી વધારે ખતરો છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ લદ્દાખમાં ચીની સૈન્યના જમાવડાથી મળે છે. આ ઉપરાંત ચીન અને જાપાનામાં પણ પૂર્વી ચીન સાગરમાં આવેલા દ્વિપોને લઈને તણાવ ચરમસીમાએ છે. તાજેતરમાં જ જાપાને ચીનની એક સબમરીનને પોતાના સમુદ્રી વિસ્તારમાંથી હાંકી કાઢી હતી. તો ચીન અનેકવાર તાઈવાન પર પણ સૈન્ય કાર્યવાહીની ધમકી આપી ચુક્યુઉં છે. આ ઉપરાંત ચીનને ફિલિપાઈંસ, મલેશિયા, ઈંડોનેશિયા સાથે પણ વિવાદ છે. હવે બાકી હોય તેમ રશિયા સાથે પણ ચીન વિવાદમાં ઉતરી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ : ભારતે રશિયા સાથે મોટી ડિફેન્સ ડીલ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન