This dangerous video of slow cars and quick trucks took viral,
  • Home
  • Featured
  • ધીમી કાર અને ઝડપી ટ્રકનો આ ખતરનાક વીડિયો થયો વાયરલ, મોટો અકસ્માત થતા સહેજ રહ્યો

ધીમી કાર અને ઝડપી ટ્રકનો આ ખતરનાક વીડિયો થયો વાયરલ, મોટો અકસ્માત થતા સહેજ રહ્યો

 | 10:05 am IST

સોશિયલ મીડિયા પર આપણે સતત માર્ગ અકસ્માતના વીડિયો જોતા હોઇએ છીએ. કેટલાક વીડિયો એવા હોય છે જે આપણને સ્તબ્ધ કરી દે છે. આ વીડિયો આપણને સાવચેતીથી ડ્રાઇવિંગ કરવા માટે સંદેશ આપે છે. ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો.

આ વીડિયો કયાનો છે તે અંગે કોઇ માહિતી નથી પરંતુ ફુલ સ્પીડમાં પાછળથી ટ્રક આવી રહી હતી અને રસ્તામાં વરસાદી પાણી વધારે હોવાના કારણે કાર ડ્રાઇવર ધીમે કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. જ્યારે તેની પાછળ એક ટ્રક ફુલ સ્પીડમાં આવી રહી હતી અને કાર સાથે અથડાતા સહેજ રહી હતી. ટ્રક ડ્રાઇવરે અકસ્માત ન સર્જાય તે માટે ટ્રકને ડિવાઇડર પર ચડાવી હતી અને મોટો અકસ્માત થતા અટક્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન