This director wanted to make Hema Malini a bikini Seen
  • Home
  • Photo Gallery
  • આ ડાયરેક્ટરે હેમા માલિનીને બિકિની સીન આપવા દબાણ કર્યું, તો પતિએ માર્યા ધડાધડ તમાચા

આ ડાયરેક્ટરે હેમા માલિનીને બિકિની સીન આપવા દબાણ કર્યું, તો પતિએ માર્યા ધડાધડ તમાચા

 | 7:05 pm IST

બોલિવૂડના હિમેન કહેવાતા એક્ટર ધર્મેન્દ્રના અભિનયની સાથે-સાથે તેમનો ગુસ્સો પણ જગજાહેર છે. એક સમય હતો જ્યારે તેમની ફિલ્મોની સાથે તેમના ગુસ્સાને પણ મેગેઝિનમાં સ્થાન આપવામાં આવતું હતું. હવે વધુ એક વખત તેમનો ગુસ્સો ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ હેમા માલિની અને ઇશા દેઓલ ‘ધ કપિલ શર્મા શો’માં ભાગ લીધો હતો. અહિં માતા સાથે મળી ઇશાએ પોતોની પ્રથમ પુસ્તક ‘અમ્મા મિયાં’ને પ્રમોટ કરી હતી અને બંન્નેએ શો પર ગણા ખુલાસાઓ પણ કર્યા હતા. આ શો દરમિયાન હેમા માલિનીએ પતિ ધર્મેન્દ્ર વિશે ગણા ખુલાસાઓ કર્યા હતાં.

ધર્મેન્દ્રના ગુસ્સાને સંપૂર્ણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જોયો હતો. જ્યારે તેમણે ડાયરેક્ટર સુભાષ ઘઇને થપ્પડ માર્યો હતો. જી હાં, ધર્મેન્દ્રએ ફિલ્મ ક્રોધીના સેટ પર સુભાષ ઘઇને થપ્પડ માર્યો હતો. તે ફિલ્મમાં હેમા માલિનીને ધર્મેન્દ્રના અપોઝિટ કાસ્ટ કરવામાં આવ્યા હતા. ખરેખર ફિલ્મના શૂટિંગ સમયે સુભાષ ઘઇએ હેમાને એક સીન માટે બિકિની પહેરવા માટે કહ્યું હતું. પરંતુ હેમાએ આવું કરવાથી ઇન્કાર કરી દીધો હતો. સુભાષ ઘઇએ વારંવાર કહેવા પર સ્વિમિંગ પુલ સીન માટે બિકિની પહેરી લીધી પરંતુ આ વાતની જાણકારી જ્યારે ધર્મેન્દ્રને મળી તો તેઓ ગુસ્સામાં આવી ગયા.

ધર્મેન્દ્રએ શૂટિંગ દરમિયાન સુભાષ ઘઇને થપ્પડ મારી દીધો,તેમણે ગુસ્સમાં સતત થપ્પડ માર્યા. બાદમાં ફિલ્મના નિર્માતા રંજીતે તેમનો ગુસ્સો શાંત કર્યો પરંતુ ધર્મેન્દ્રએ ઘટનાનાં કારણે સુભાષ ઘઇને ચેતવણી પણ આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન