this-discount-will-be-available-on-the-plan-of-399-for-the-customers-of-airtel
  • Home
  • Technology
  • Airtelના ગ્રાહકોમાટે ખુશખબર 399ના પ્લાન પર મળશે આ ડિસ્કાઉન્ટ

Airtelના ગ્રાહકોમાટે ખુશખબર 399ના પ્લાન પર મળશે આ ડિસ્કાઉન્ટ

 | 10:33 am IST

Airtelના ગ્રાહકોમાટે ખુશખબર છે.Airtel છેલ્લા કેટલાક સમયથી તેની પોસ્ટપેડ સેવાઓ પર ભાર આપી રહ્યુ છે. કંપનીએ તેના પોસ્ટપેડ ગ્રાહકોને આ ભેટ આપી છે. 399ના પ્લાન પર 20 GB એકસ્ટ્રા ડેટા સાથે 300નું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. 399ના પ્લાન પર ગ્રાહકોને 300નું ડિસ્કાઉન્ટ 6 મહિના સુધીમાં દર મહિને 50નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યુ છે.

એક રિપોર્ટ અનુસાર કંપનીએ માઈ ઇનફિનીટી પ્લાન 399 પર 50ની છૂટ આપી છે. 399ના આ પ્લાનામા ગ્રાહકોને અનલિમિટેડ કોલીંગ, ફ્રી રોમિંગ, 100 મેસેજીસ પ્રતિદિન મળશે. આ સિવાય ગ્રાહકોને 20 GB એકસ્ટ્રા ડેટા મળશે. આ પ્લાનમાં ડેટા રોલ ઓવરની સુવિધા પણ છે. એટલે કે વધારાનો ડેટા જો વાપરી ન શકાય તો બીજા મહિને પ્લાનમાં જ એડ થઈ જશે.એટલું જ નહી એરટેલ તેના ગ્રાહકોને આ પ્લાનમાં 20 GB એકસ્ટ્રા ડેટા આપી રહ્યુ છે.

આ ઓફર એક વર્ષની વેલિડિટી ધરાવે છે. ગ્રાહકને 399ના પ્લાનમાં કુલ 40 GB ડેટા મળશે. અનલિમિટેડ કોલીંગ, ફ્રી રોમિંગ, 100 મેસેજીસ પ્રતિદિન મળશે.વોડાફોનના 399 પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને 1 મહીનામાટે 40 GB ડેટા મળશે.અનલિમિટેડ કોલીંગ, ફ્રી રોમિંગ, 100 મેસેજીસ પ્રતિદિન મળે છે.આમ Airtelનોઆ પ્લાન વધારે વેલિડિટી વાળો હોવાથી ફાયદો કરશે.