This effective home remedies will save the smell of sweat in the heat
  • Home
  • Fashion & Beauty
  • ગરમીમાં પરસેવાની દુર્ગંધથી બચાવશે આ અસરકારક ઘરેલુ નુસખા

ગરમીમાં પરસેવાની દુર્ગંધથી બચાવશે આ અસરકારક ઘરેલુ નુસખા

 | 11:41 am IST

બ્યુટી । શહેનાઝ હુસેન

ઉનાળાની ઋતુમાં શરીરના તાપમાન વધવાથી પસીનાની દુર્ગંધ પરેશાનીનું કારણ બની જાય છે. જો કે ગરમીમાં પસીનો આવવો એ સામાન્ય વાત છે, એમાંય કેટલીક વાર અંડર આર્મ, પગ, હથેળીઓ વગેરેમાંની દુર્ગંધથી આપણે શરમિંદા બનવું પડે છે, કેમ કે એનાથી આસપાસનું વાતાવરણ ખરાબ બની જાય છે અને લોકો તમારાથી દૂર ભાગવાનું શરૂ કરી દે છે પરંતુ લીંબુનું પાણી, ગુલાબજળ, દહીં, બેકિંગ સોડા, તાજા પાણી વગેરે જેવા આસાન ઘરેલું ઉપાયોના માધ્યમથી તમે ગરમીઓમાં પસીનાની સમસ્યાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો.

માનસિક તનાવ, શારીરિક પરિશ્રમ, ભાવનાત્મક ઉત્તેજના, આહાર-વિહાર, આનુવંશિક હોર્મોન અસંતુલન તથા વાતાવરણમાં ઉચ્ચ તાપમાન ગરમીઓમાં, પસીનાનું મુખ્ય કારણ મનાય છે. પસીનાથી શરીરમાં ઇન્ફેકશન થઇ શકે છે. જો કે પસીનો ગંદકીરહિત હોય તો પણ ત્વચાના પડ પર રહેલા બેક્ટેરિયા સાથે જામે છે એટલે પસીનામાંથી દુર્ગંધ આવવી શરૂ થઇ જાય છે.

શરીરને ઘસી-ચોળીને તાજા પાણીથી સ્નાન કરવાથી ગંદકી, દુર્ગંધ તથા રોગના કિટાણુનો સફાયો થઇ જાય તથા પસીનાની દુર્ગંધથી છુટકારો મેળવવાનો આ સરળ ઉપાય છે. નહાતી વખતે શરીરની ગરદન, અંડર-આર્મ તથા પગને સારી રીતે સાફ કરવા જોઇએ. સ્નાનના પાણીના ટબમાં અત્તર, ગુલાબ જળ વગેરે ભેળવવાથી શરીરમાં તાજગીનો અહેસાસ થાય છે અને શરીરને ઠંડક મળે છે. જેથી પસીનાની દુર્ગંધને રોકી શકાય છે. ચંદન, ગુલાબ, ખસ, વગેરેના પ્રાકૃતિક ઉત્પાદનો જેવાં કે બોડી શેમ્પૂ, શાવર જેલ ઉપયોગમાં લેવાથી શરીરમાં ઠંડક અને તાજગીનો અહેસાસ થાય છે. આ ઉત્પાદનો પ્રાકૃતિક કુલન તથા કિટાણુનાશક અને એન્ટિ સેપ્ટિક રૂપમાં અસરકારક ભૂમિકા ભજવે છે, જેથી પસીનાની બદબૂને રોકી શકાય છે.

પ્રખર ગરમી દરમિયાન સુતરાઉ કપડાં પહેરો, જેથી પસીનાને સુકાવામાં મદદ મળે છે. ગરમીઓમાં દરરોજ કપડાં બદલો તથા ખુલ્લાં અને હળવા કપડાં વધુ આસાન અને આરામદાયક સાબિત હોય છે. ગરમીમાં પસીનાની બદબૂને રોકવા માટે ડીઓડરેન્ટ ઘણું મદદગાર સાબિત થાય છે. હંમેશાં હળવું સુગંધિત ડીયોડરેન્ટના ઉપયોગને પ્રાધાન્ય આપો કેમ કે તે જ સુગંધના ડીયોડરેન્ટ થી ત્વચામાં જલન કે સંવેદનશીલ રાસાયણિક અસર પડી શકે છે. જેથી ત્વચા ખરાબ થઇ જઇ શકે છે અને ત્વચા પર કાળા ધબ્બા પડી શકે છે. ડિયોડરેન્ટનો ઉપયોગ કરતાં પૂર્વે તેનું ત્વચા પર પરીક્ષણ કરવું અત્યંત જરૂરી બની રહે છે, પરીક્ષણ કર્યા વગર ડિયોડરેન્ટને ક્યારેય ત્વચા પર ન લગાવો.

વિકલ્પ તરીકે ટેલકમ પાઉડરનો ઉપયોગ લાભદાયક સાબિત થાય છે, કેમ કે એ પસીનાને શોષી લે છે અને ત્વચામાં તાજગીનો અહેસાસ જગાવે છે. પરફ્યૂમની પસંદગી કરતી વખતે ઋતુની અસરનું પૂરેપૂરું ધ્યાન રાખો. ગરમ અને ભેજવાળી ઋતુમાં લીંબુ-ચંદન તથા લવંડર પરફ્યૂમ હળવાશ તથા તાજગીનો અહેસાસ અપાવશે. ઉનાળાની મોસમમાં અત્તરનો ઉપયોગ ઘણો ગુણકારી સાબિત થાય છે. અસરનો બાથટબમાં ઉપયોગ કરી શકાય છે. બેકિંગ સોડા પસીનાની દુર્ગંધને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બેકિંગ સોડા, પાણી તથા લીંબુ રસને ભેળવીને પેસ્ટ બનાવી દો અને આ પેસ્ટને અન્ડર આર્મ્સમાં ૧૦ મિનિટ સુધી લગાવીને તાજા પાણીથી ધોઇ નાખો. એનાથી પસીનાની બદબૂને રોકવામાં મદદ મળશે. બેકિંગ સોડા તથા ટેલકમ પાઉડરનું મિશ્રણ બનાવીને તેને અંડર આર્મ્સ અને પગ પર ૧૦ મિનિટ સુધી લગાવ્યા પછી તાજા પાણીથી ધોઇ નાખો.

એનાથી પસીનાની સમસ્યાથી છુટકારો મળશે. પસીનાની દુર્ગંધવાળા શરીરના ભાગો પર કાચા બટાકાની સ્લાઇસ ઘસવાથી પણ પસીનાની દુર્ગંધથી છુટકારો મળશે. સ્નાન કરવાના પાણીના ટબમાં ફટકડી અને ફુદીનાની પત્તીઓ નાખીને સ્નાન કરવાથી પણ શરીરમાં ઠંડક તથા તાજગીનો અહેસાસ થાય છે. સ્નાન કરવાના પાણીના ટબમાં ગુલાબ જળ ભેળવવાથી પ્રાકૃતિક શીતળતા તથા કોમળતા ભળે છે. બે ટીપાં ટ્રી ઓઇલ અને બે ચમચી ગુલાબજળ અને લીંબુ રસને મેળવીને વાળને ધોવાથી પસીનાની બદબૂ મટી જાય છે.

આયુર્વેદ અનુસાર ખાધા પછી લીંબુ પાણી, આદુવાળી ચાનો ઉપયોગ કરો. તાજા આદુના બારીક ટુકડામાં સિંધવ નમક ભેળવીને ચૂસો. આહારની સાથે ગરમ પાણી પીઓ. હળવું અને મસાલા રહિત સાદું ભોજન કરો અને થોડું- થોડું ખાતા રહો.

રાત્રે ખાતાં પૂર્વે ટામેટાંનો જ્યૂસ પીવો જોઇએ. ટામેટાં પસીનાની બદબૂ માટે જવાબદાર બેક્ટેરિયાને ખતમ કરે છે. પાનના પર્ણ અને આમળાંને પીસીને એની પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને અન્ડર આર્મ્સમાં ૧૦ મિનિટ સુધી લગાવ્યા બાદ તાજા-ઠંડા પાણીથી સ્નાન કરવાથી પસીનાની દુર્ગંધથી મુક્તિ મળે છે. આપના બાથટબમાં લીમડાના પાનને સાફ કરીને રાતથી જ નાખી રાખો. આ પાણીથી સ્નાન કરવાથી પસીનાની દુર્ગંધ ઉપરાંત ત્વચાનું ઇંફેક્શનને રોકવામાં મદદ મળે છે. બાથટમમાં સ્નાનના ૧ કલાક પૂર્વે સંતરાની છાલ નાખીને રાખી મૂકો. એ પાણીથી સ્નાન કરવાથી તાજગી અને ઠંડકનો અહેસાસ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન