be careful while doing shraddh in home, if this six thing done in home alongwith then it gives good result
  • Home
  • Astrology
  • શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘરમાં આ 8 કર્મ કરવાથી પિતૃના મળે છે આશીર્વાદ

શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘરમાં આ 8 કર્મ કરવાથી પિતૃના મળે છે આશીર્વાદ

 | 9:22 pm IST

શ્રાદ્ધ એ પિતૃઓને માટે કરાતું કર્મ છે. જ્યારે ઘરમાં પિતૃઓનું તર્પણ થતું હોય કે શ્રાદ્ધ કર્મ થતું હોય ત્યારે ઘરમાં જો આ 6 કર્મ કરવામાં આવે તો ચોક્કસ પણે પિતૃઓના આશીર્વાદ મળે છે. તેનાથી પરિવારની સુખાકારીમાં વધારો થાય છે.

શ્રાદ્ધ ક્યાં કરવું અને ક્યાં ન કરવું તે વિશે પણ અસમંજસભરી સ્થિતિ પ્રવર્તતિ હોય તો એ જાણી લો કે શ્રાદ્ધ પવિત્ર સંગમ સ્થળે, ઘરમાં મંદિરમાં કે પછી તીર્થસ્થાનમાં શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે. પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી ઉત્તમ છે. જ્યારે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર ઉત્તમ સ્થળ છે. ઘરમાં પંડિતને બોલાવીને પણ ચોક્કસ તિથિએ કે દિવસે શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે.

 આ પણ વાંચો :  અવદશામાં પિતૃ આપે છે મહા તકલીફો, અનેક પ્રકારે થાય છે પ્રતાડના

જો ઘરમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો આ વાતોનો ખ્યાલ રાખો. જો આ 6 કર્મ કરવામાં આવશે તો પિતૃઓના આશીર્વાદ મળે છે.

1. ઘરમાં ખીર બનાવવી પછી ગાયના છાણમાંથી બનેલા છાણાને સળગાવવું અને તેને કોઈ શુદ્ધ સ્થળ પર એક વાસણમાં રાખી અને તેના પર ખીરથી ત્રણ આહુતિ આપવી. આ કર્મ કરો ત્યારે નજીકમાં પાણીનો કળશ ભરીને અવશ્ય રાખવો. બીજા દિવસે આ તમામ દ્રવ્યને કોઈપણ ઝાડના મૂળમાં પધરાવી દેવું.

2. શ્રાદ્ધ કર્મ કરો તો તર્પણ અવશ્ય કરવું
શ્રાદ્ધ કર્મ કરીએ ત્યારે પિતૃઓને પાણી પીવડાવવા માટે તર્પણ અવશ્ય કરવું. તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે.

3.શ્રાદ્ધ કર્મ ચાલતું હોય ત્યારે ઘરમાં અવાજ ન કરવો
શ્રાદ્ધ કર્મ ચાલતું તે દરમિયાન જો ઘરમાં અવાજ કે ઘોંઘાટ હોય તો પિતૃઓને ખલેલ પડે છે. તેથી તે નારાજ થઈ જાય છે માટે તે સમય દરમિયાન ખાસ શાંતિ જાળવવી.

4. શ્રાદ્ધ કર્મ ચાલતું હોય ત્યારે ઘરમાં સાવરણીથી ન વાળવું
શ્રાદ્ધ કર્મ ચાલતું હોય ત્યારે ઘરમાં સાવરણીથી ન વાળવું. કારણ કે સાવરણીથી વાળવાથી જીણી રજ ઉડે છે. જે પિતૃઓના ભોજન પર જઈ પડે છે. તેથી પિતૃઓને તે પસંદ પડતું નથી.

5. શ્રાદ્ધ કર્મ કર્યું તે દિવસે પીપળે પાણી રેડવું
શ્રાદ્ધ કર્મ કરો ત્યારે પીપળે પાણી રેડવું જોઈએ. પીપળાના વૃક્ષમાં ભગવાન શ્રીહરિનો વાસ હોય છે. પિતૃઓના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે. પીપળાને પાણી રેડવાથી પિતૃઓની ગતિ થાય છે.

આ પણ વાંચો… નારાયણ કવચ એ વિષ્ણુના મંત્રોનું અમોધ કવચ, નિત્ય કરવાથી ઉતરે છે શ્રી વિષ્ણુ કૃપા

6. શ્રાદ્ધ કર્મ કર્યું તે દિવસે વાસ જરૂર નાંખવી
શ્રાદ્ધ કર્મ કર્યું હોય ત્યારે કાગડાને વાસ નાંખવી જોઈએ. તેનાથી પિતૃઓને પહોંચે છે.

7. શ્રાદ્ધ કર્મ કર્યું ત્યારે ગાય અને કૂતરા માટે અલગથી થાળ કાઢો.
ગાય અને કૂતરા માટે અલગથી બે થાળ તૈયાર કરવા જોઈએ. તેમાં ઘરમાં બનાવેલી તમામ વસ્તુઓ મુકવી જોઈએ. પછી તેમને જઈને ખવડાવવું જોઈએ. પછી પાણી પિવડાવવું જોઈએ.

8. શ્રાદ્ધ કર્મ કર્યું હોય ત્યારે પિંડદાન વિગેરેનો ભાત ગાયને ખવડાવી દો
શ્રાદ્ધ કર્મ કર્યું હોય ત્યારે વિધિ અને પિંડદાન – તરપિંડીમાં જે ભાતના પિંડ હોય તેને આમતેમ ન ફેંકતા તેને એક મોટાં વાસણમાં ભરીને ગાયને ખવડાવી દેવા જોઈએ. ત્યારે ખાસ ધ્યાન રાખવું એ પિંડના ભાતમાં કૂતરું ન  ખાય કે ન અબોડે. ગાયે ખાધેલા આવા ભાત અને પિંડ પણ પિતૃઓ સુધી પહોંચે છે. અને પિતૃઓને તૃપ્તિ મળે છે.

આ ઉપરાંત શ્રાદ્ધના દિવસોમાં બ્રાહ્મણને પણ ભોજન કરાવવું અથવા યશાશક્તિ દક્ષિણા આપવી.