This experiment will have immediate effect by removing the dark circle
  • Home
  • Fashion & Beauty
  • આંખ નીચેનાં ડાર્ક સર્કલ હટાવવા આ પ્રયોગ કરો થશે તાત્કાલીક અસર

આંખ નીચેનાં ડાર્ક સર્કલ હટાવવા આ પ્રયોગ કરો થશે તાત્કાલીક અસર

 | 7:00 am IST

પ્રશ્ન : નમસ્કાર, મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારી સમસ્યા એ છે કે શિયાળાને કારણે મારી સ્કિન ખૂબ જ સૂકી થઈ ગઈ છે અને ચમક પણ જતી રહી છે. મારે બહારની કેમિકલવાળી પ્રોડક્ટ વાપરવી નથી તો કોઈ ઘરેલુ ઉપાય જણાવશો?

જવાબ : ઠંડા વાતાવરણને કારણે ચહેરાની ત્વચા સૂકી પડવી અને નિસ્તેજ થઈ જવી સ્વાભાવિક છે. આ ઠંડીની ઋતુમાં આપણી સ્કિન વધારે કેર માંગી લે છે તેવામાં ઓટમીલ અને થોડા કાચા દૂધમાં પપૈયાને છૂંદીને નાખો અને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા તથા ગરદન પર લગાવો અને ત્રીસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણીથી ધોઈ મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી દો. અઠવાડિયામાં બે વખત આ ઉપચાર કરવાથી તમારી સ્કિન સ્વચ્છ થઈ જશે અને ચહેરા પરના ડાઘ-ધબ્બા પણ ઓછા થઈ જશે અને સ્કિન ચમકી ઊઠશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષની છે. મને લિપસ્ટિક લગાવવાનું ખૂબ જ પસંદ છે પણ ઠંડીમાં મારા હોઠ ખૂબ જ ફાટી ગયા છે. જેના કારણે હું લિપસ્ટિક લગાવી શકતી નથી અને જો લગાવું તો ખૂબ જ ખરાબ લાગે છે તો ઉપાય સૂચવશો.

જવાબ :  હોઠ પર રોજ રાત્રે સૂતી વખતે બદામનું તેલ અથવા ક્રીમ લગાવીને સૂવું. સવાર સુધીમાં હોઠ સુંવાળા થઈ જશે. લિપસ્ટિક હંમેશાં મોઇશ્ચરાઇઝરવાળી જ ઉપયોગમાં લેવી અને રાત્રે ફરજિયાતપણે ક્લીન્ઝિંગ ક્રીમ અથવા જેલથી લિપસ્ટિક હટાવીને સૂવું. એક વાતનું ધ્યાન રાખવું કે હોઠને જીભથી ક્યારે પણ ચાટવા નહીં.

પ્રશ્ન : નમસ્કાર, મારી ઉંમર ૨૨ વર્ષની છે. મારી આંખો નીચે ડાર્ક સર્કલ થઈ ગયાં છે. તેથી ચહેરો ખૂબ જ ખરાબ લાગે છે, ડાર્ક સર્કલ દૂર કરવા શું કરવું?

જવાબ : આંખોની આસપાસનાં ડાર્ક સર્કલ દૂર કરવા માટે રૂના પૂમડાને ગુલાબજળમાં બોળીને આંખો બંધ કરીને તેને આંખ પર મૂકો. આ ઉપરાંત સૂવા જતા પહેલાં બદામના તેલમાં મધ ભેળવી તેને આંખોની નીચે લગાવો. આ ઉપચાર કરવાથી ધીરેધીરે આંખો પરનાં ડાર્ક સર્કલ દૂર થઈ જશે.

બ્યુટી ક્વેરી : નેહા દવે

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન