This famous rapper wants another baby
  • Home
  • Entertainment
  • બીજા બાળકની ઈચ્છા ધરાવે છે આ પ્રખ્યાત રૈપર, કહ્યું – ટૂર પરથી આવી ને…!!!

બીજા બાળકની ઈચ્છા ધરાવે છે આ પ્રખ્યાત રૈપર, કહ્યું – ટૂર પરથી આવી ને…!!!

 | 12:11 pm IST

હોલીવુડની વિશ્વ વિખ્યાત રેપર કાર્ડી બી દ્વારા પોતાના બીજા બાળકની ઈચ્છા જાહેર કરી છે, જોકે હાલમાં તે કોઈ ઉતાવળમાં નથી, અને પુષ્ટિ કરી છે કે તે તેના રૈપર ઓફસેટમાં જોડાશે. તાજેતરમાં, તેના બીજા બાળકની ઇચ્છા ઇન્સ્ટાગ્રામ લાઇવ પર 26વર્ષીય રેપર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

તાજેતરના એક અહેવાલ મુજબ, કાર્ડીએ પણ આ લાઈવ સેશનમાં તેની સંગીત કારકિર્દી માટેની યોજનાઓ શેર કરી છે. આ દરમિયાન તેણે કહ્યું કે, “મારી યોજના છે કે મારા આલ્બમ પર કામ કરવા માટે એક કે બે મહિનાનો સમય લાગે અને હું તે પૂર્ણ કર્યા પછી ટૂંક સમયમાં ટૂર પર ઉપડીશ. તે મુજબ, હું હમણાં ટૂર ડીલ પર કામ કરી રહી છું. અને એકમાત્ર વસ્તુ એ છે કે બધું સારું થઈ રહ્યું છે.”

જણાવી દઈએ કે કાર્ડી બી અહીં રોકાઈ નહીં તેણે એમ પણ કહ્યું હતું કે, “ટૂર પછી, મારે બાળક જોઈએ છે.” કાર્ડીની સમયરેખાને જોતા એવું લાગે છે કે બીજા બાળકના આવવામાં હજી થોડો સમય બાકી છે. કાર્ડી બી અને ઓફસેટે જુલાઈ 2018માં તેના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ – દિલ્હી ખાતે PM મોદીએ ભગવાન બુદ્ધની પ્રતિમાને વીડિયો કોન્ફરન્સ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન