this-festive-season-smartphones-to-be-launched-in-india
  • Home
  • Technology
  • તો થઈ જાઓ તૈયાર, આ તહેવારોમાં ભારતમાં આવશે આ સ્માર્ટફોન્સ

તો થઈ જાઓ તૈયાર, આ તહેવારોમાં ભારતમાં આવશે આ સ્માર્ટફોન્સ

 | 1:57 pm IST

ભારતમાં તહેવારોનું એક અનોખુ મહત્વ રહેલુ છે. ગરીબ હોય કે તવંગર સૌ કોઈ પોતપોતાની રીતે તહેવારોની ઉજવણી કરે છે. આ ખાસ અવસરને દિગ્ગજ કંપનીઓ ખાસ બનાવવા અવનવી સ્કીમો લાવે છે. ભારતમાં આ તહેવારો પર મોટી મોટી કંપનીઓ જેવીકે એપલ, વનપ્લસ, નોકિયા જેવી દિગ્ગજ કંપનીઓ પોતાના નવા મોડલને લઈને માર્કેટમા આવી રહી છે. આ ખાસ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને તેના નવા મોડલ લૉન્ચ કરશે.

OnePlus 6T

OnePlusએ ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં લૉન્ચ થનાર તેના નવા ડિવાઈસનો ટીઝર જાહેર કર્યો છે. કંપની તેની અધિકારીક જાહેરાત કરે એ પહેલા તેની માહિતી લીક થઈ છે. આ ફોનમાં નાની એવી નૉચ, ઇન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કૈનર હશે. કંપની આ સ્માર્ટફોનમાં 3.5mm ઓડિયો જૈક નહી આપે. OnePlus 6Tમાં સ્નેપડ્રેગન 845, 6/8 GB રેમ, 256 GBની સ્ટોરેજ અને OnePlus 6ની સરખામણીએ વધારે પાવરફુલ બેટરી આપશે. કેમેરા સેગમેન્ટમાં પણ સુધારો આવશે.

Nokia 7.1

એચએમડી ગ્લોબલે 4 ઓક્ટોબરની તેની ગ્લોબલ ઈવેન્ટમાં Nokia 7.1 લૉન્ચની જાહેરાત કરી હતી. આ ફોનને ભારતમાં 11 ઓક્ટોબરે લૉન્ચ કરવામાં આવશે. આ ફોન મેટલ યૂનિબોડી ડિઝાઈન અને 5.84 ઈંચ નૉચ સ્ટાઈલ ડિસ્પ્લે સાથે આવશે. આમાં તમને 3/4 GB રેમ, 32/64 GB સ્ટોરેજ સાથે સ્નેપડ્રેગન 636 પ્રોસેસર અને 3076mAhની બેટરી જોવા મળશે. નોકિયાનો આ સ્માર્ટફોન 12MP+13MP ડ્યૂઅલ રિયર અને 8MPના સેલ્ફી શૂટર સાથે આવશે.

Apple iPhone XR

Apple ગયા મહિને પ્રીમીયમ iPhone XS અને iPhone XS Max સાથે આ બજેટ ઓપ્શન ફોનને પણ લૉન્ચ કર્યો હતો. હવે આ ફોન 26 ઓક્ટોબરે લૉન્ચ થવાની તૈયારી છે. તેમાં નૉચ સાથે 6.1 ઈંચનો લીક્વીડ રેટિના એલસીડી મળશે. આ 6 કલર ઓપ્શનમાં મળશે. એમાં એપલ એ-12 પ્રોસેસર અને 64 GB, 128 GB, 256 GB સ્ટોરેજ વિકલ્પમાં મળશે. iPhone XRમાં 12MPનો સિંગલ રિયર અને 7MP ફ્રન્ટ કેમેરા મળશે.

Honor 8X

Honor 6X અને Honor 7Xને 15000ના સેગમેન્ટમાં સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે કંપની આ જ સેગમેન્ટમાં Honor 8X ને લૉન્ચ કરવા જઈ રહ્યુ છે. તેમાં નૉચ સ્ટાઈલ સાથે 6.5 ઇંચની મોટી સ્ક્રીન મળશે. આ કીરીન 710 પ્રોસેસર 4/6 GB રેમ, 64/128 GB સ્ટોરેજ અને 3,750mAh બેટરી સાથે મળશે. તેમાં 20MP + 2MPનો ડ્યૂઅલ રિયર અને 16MPનો ફ્રંટ કેમેરા મળશે. આ સિવાય તેમાં ડ્યૂઅલ સિમ સ્લોટ, રિયર ફિંગર પ્રિન્ટ સ્કેનર માઈક્રો યૂએસબી પોર્ટ મળશે.

Blackberry Evolve

Blackberry પણ તેનો મિડ રેન્જવાળો Evolve ભારતમાં લૉન્ચ કરવા તૈયાર છે. આમાં 18:9 એસ્પેક્ટ રેશિયો સાથે 5.99 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે મળશે તેમાં ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન મળશે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 450 પ્રોસેસર, 4 GB રેમ, 64 GB સ્ટોરેજ અને 4,000mAh બેટરી સાથે મળશે.તેમાં 13MP+13MP ડ્યૂઅલ રિયર અને 16MPનું સેલ્ફી શૂટર મળશે. Blackberry Evolveમાં Blackberry ડિટેક્ટ, Blackberry પ્રાઇવસી શેડ, Blackberry હબ, Blackberry પાસવર્ડ જેવા Blackberry ઇન્ફોસિસ્ટમ એપ્સ મળશે.