Five North indian Shaktipith, know where it is situated
  • Home
  • Astrology
  • આ છે ઉત્તર ભારતની પાંચ શક્તિપીઠો, ભક્તોની પૂરી કરે છે આશ

આ છે ઉત્તર ભારતની પાંચ શક્તિપીઠો, ભક્તોની પૂરી કરે છે આશ

 | 8:04 pm IST

હિંદૂ ધર્મમાં નવરાત્રિ દરમિયાન શક્તિપીઠના દર્શન કરવાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. દેવી પુરાણમાં શક્તિપીઠોની કુલ સંખ્યા 51 દર્શાવવામાં આવી છે. તંત્ર ચુડામણી પ્રમાણે દેશમાં કુલ 52 શક્તિપીઠ હોવાનું દર્શાવાયું છે. જ્યારે દેવી ભાગવતમાં 108 શક્તિપીઠ અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન મળે છે. જ્યારે એ સિવાય તંત્ર ચુડામણીમાં 52 શક્તિપીઠનું વર્ણન મળે છે. જ્યારે દેવીપુરાણ પ્રમાણે જે 51 શક્તિપીઠો છે તેમાંથી 42 ભારતમાં, 1 શક્તિપીઠ પાકિસ્તાનમાં, 4 બાંગ્લાદેશમાં, 1 શ્રીલંકામા, 1 તિબેટમાં તથા 2 નેપાળમાં છે. શાસ્ત્ર પ્રમાણે જે પ્રસિદ્ધ 52 શક્તિપીઠો છે તેમાં ચોક્કસ પ્રકારની શક્તિ અને ચોક્કસ પ્રકારનો ભૈરવ વિશે ઉલ્લેખ હોય છે. તે તેનું શાસ્ત્રોક્ત પ્રમાણ હોય છે.

શાસ્ત્રો અનુસાર દેવી સતી પોતાના પિતા દક્ષ દ્વારા કરવામાં આવતા યજ્ઞમાં બોલાવ્યા વગર જ ચાલી ગઈ હતી. પછી ત્યાં તેમના પિતા દ્વારા તેમના પતિ વિરુદ્ધ અયોગ્ય ભાષા સાંભળવા મળતાં, તેમને હાડોહાડ લાગી આવ્યું હતું. તે પછી દેવી સતિએ હવનકુંડમાં જ પોતાના શરીરને ત્યાગ કરી દીધો. સતીના વિયોગમાં શિવજીએ સતીના શરીરને ખભા પર ઉઠાવી લઈને તાંડવ નૃત્ય આરંભ કરી દીધું. ત્યારે ભગવાન વિષ્ણુએ શિવજીને રોકવા માટે સુદર્શન ચક્ર ચલાવીને સતીના શરીરના ટૂકડે ટૂકડા કરી નાંખ્યા. આ ટૂકડાઓ સહિત આભૂષણો કે વસ્ત્રો જ્યાં જ્યાં પડ્યાં તે શક્તિપીઠ તરીકે વિખ્યાત થયા. આ શક્તિપીઠો પૈકી આજે અમે તમને ઉત્તર ભારતમાં આવેલી 5 શક્તિપીઠ વિશે જણાવીશું..

ઉત્તર ભારતીય શક્તિપીઠો
1. કાશ્મીર(અમરનાથ)શક્તિપીઠ
અમરનાથ જતાં પહેલાગામ પાસે આ શક્તિપીઠ આવેલી છે અહિં માતાજીનો કંઠ પડ્યો હતો.

2. પ્રયાગ શક્તિપીઠ
અલાહાબાદમાં આ શક્તિપીઠ આવેલી છે. જ્યાં દેવી સતીના હાથની આંગળિયો પડી હતી.

3. કાત્યાયની શક્તિપીઠ
આ શક્તિપીઠ પર માતાજીના કેશ(વાળ) પડ્યાં હતા. વૃંદાવન મથૂરાના ભૂતેશ્વરમાં આવેલી હોવાથી કાત્યાયની શક્તિપીઠને વૃંદાવન શક્તિપીઠ પણ કહેવામાં આવે છે. આ અતિ પ્રાચીન શક્તિપીઠ માનવામાં આવે છે.

4. જ્વાલામુખી શક્તિપીઠ
આ શક્તિપીઠ હિમાચલ પ્રદેશમાં આવેલી છે. આ સ્થાન પર દેવી સતીની જીભ પડી હતી. આ સ્થાન હિમાચલ પ્રદેશમાં કાંગડામાં આવેલું છે.

5.પટનેશ્વરી દેવી
આ શક્તિપીઠ બિહારમાં પટણામાં આવેલી છે. અહિં માતાજીની જમણી જાંધ પડી હતી.