this-four-zodiac-will-find-perfect-soulmate-in-current-valentine-season
  • Home
  • Astrology
  • પ્રેમને લઈને શું જીવનમાં કોઈ આવે તેવી રાહમાં છો તો જાણી લો આ ખાસ વાત

પ્રેમને લઈને શું જીવનમાં કોઈ આવે તેવી રાહમાં છો તો જાણી લો આ ખાસ વાત

 | 1:09 pm IST

વસંતના આગમન સાથે જ યુવા હૈયા હિલોળે ચઢે છે. મદમસ્ત મોસમ બહાર જેટલી ખીલે છે તેટલી જ આત્મીય ભૂખ જગાડે છે કે કોઈ પોતાનું હોય. જીવનમાં કોઈ આવે કે જેથી તેમાં  પણ વસંત આવે. તેમાંયે વેલેન્ટાઈન ડે ખાસ હોય છે. આ તહેવાર હવે ભારતમાં પણ આગવું મહત્વ ધરાવતો જોવા મળે છે. તેમાંયે હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. વાતાવરણમાં જે ઉષ્મા છે તે ભરી લેવા અને પ્રેમમાં તરબોળ થઈને અલગ જ દુનિયામાં પગરવ કરવા યુવા હૈયામાં અલગ જ થનગનાટ જોવા મળે છે. આવો જાણીએ કે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ બધાંમાંથી કઈ રાશિના લોકોને મળશે મનનો માણિગર…કે પછી કોના જીવનમાં આવશે વસંતની બહાર…જો તમે સિંગલ છો, રાશિ પ્રમાણે જાણી લો તમને આ વર્ષે પાર્ટનર મળશે કે નહીં.

મેષ(અ,લ,ઈ) :
 અઠવાડિયાના બીજા તબક્કામાં તમારા માટે સ્થિતિ શુભ છે. તમે પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો. જો સિંગલ છો તો પાર્ટનર મળવાની શક્યતા છે. પ્રેમ સંબંધમાં તમારે કારણ વગરના વાદ વિવાદથી બચવું જોઈએ.

વૃષભ(બ,વ,ઉ) :
તમારી જિંદગીમાં જરૂર કોઈનું આગમન થશે. આ માટે અઠવાડિયાનો બીજો તબક્કો ખાસ છે. અઠવાડિયાના બીજા તબક્કામાં તમારા પાર્ટનર સાથે તમારું બોન્ડિંગ ગાઢ બનશે. સાથે જ તમને શાંતિનો પણ અહેસાસ થશે.

મિથુન(ક,છ,ઘ) :
તમારી જિંદગીમાં ઓલરેડી કોઈ હોય તો વાંધો નથી. બાકી આ સમયમાં તમારે માટે સાથીનું આગમન મુશ્કેલ છે. રિલેશનશિપમાં લાપરવાહી રાખશો તો મુશ્કેલી થઈ શકે છે.  અઠવાડિયાના બીજા તબક્કામાં અનુભવ સારો રહેશે. તમે મનમાં જ તમારા પાર્ટનરને પહેલા કરતા વધુ પ્રેમ કરશે.

કર્ક( ડ, હ) :
તમારે માટે આ વીક સારી લવ લાઈફ લઈને આવ્યું છે. તમે સુખદ અહેસાસનો અનુભવ કરી શકશો. પાર્ટનર સાથે શાંત અને એકાંત સમય વીતાવવાનું મન બનાવશો.

સિંહ (મ,ટ) :
અઠવાડિયામાં તો ખાસ નહિં આમછતાં કોઈ તમારા જીવનમાં આવી રહ્યું છે. વીક એન્ડમાં તમને તમારી પસંદ મળે. તમારા દિલની વાત શબ્દોમાં વ્યક્ત કરો.

કન્યા(પ,ઠ,ણ) :
આગામી સપ્તાહ તમારા માટે રોમેન્ટિક રહેશે. શરૂઆતમાં જ તમને લવલાઈફને લગતા સુખદ સમાચાર મળી શકે છે. આ નવી શરૂઆતનો સમય છે. તમારા પ્રેમ સંબંધોમાં સુખ-સૌહાર્દનું આગમન થશે.

તુલા(ર,ત) :
તમારી લવલાઈફમાં કોઈ હોઈ શકે છે. ખોટી ચિંતામાં સમય ન બગાડવો. અલબત્ત તમારા પાર્ટનર જોડે જરૂર શેર કરો. મુશ્કેલીઓ છે તો ઉકેલ પણ આવશે. જીવનનો આનંદ માણી શકશો.

વૃશ્રિક (ન,ય) :
આ વીક તમારા માટે ખાસ નથી. હા. વીક એન્ડમાં કોઈ ચાન્સ મળી શકે. તેને ઝડપી લેજો. તો તમે પ્રેમનો સુખદ અનુભવ કરી શકશો.

ધન(ધ,ભ,ફ,ઢ) :
તમારા જીવનમાં જરૂર કોઈનું આગમન થશે. તમે તમારા સંબંધોમાં કેટલાં સિરિયસ છો. તમે કેટલી હદે આ સંબંધોમાં આગળ વધવા માંગો છો. તે નિર્ણય અગત્યનો છે. વીક સારું નિવડશે.

મકર(ખ,જ) :
તમારા જીવનમાં પ્રેમને લઈને કેટલાંક ઉતારચઢાવ આવી શકે છે. ધીરજથી કામ લેશો તો બધું જ બરાબર થશે. કોઈનો સાથ પામી શકશો.

કુંભ( ગ,શ,સ) :
તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમે જરૂર કોઈના પ્રેમમાં પ઼ડશો. ઈશ્વરના આશીર્વાદથી તેનો સુખદ અહેસાસ કરીને જીવનભરનો સાથ નિભાવવા તત્પર થઈ જશો. તમારી ઈચ્છા ફળશે.

મીન(દ,ચ,ઝ,થ) :
તમારા જીવનમાં કોઈ આવી મળશે. તમે તમારા સંબંધોમાં આગળ વધી શકશો. સાવધાની રાખજો કે બની શકે તમારા સાથી સંબંધોને લઈને એટલા સિરિયસ ન પણ હોય. ખુલીને વાત કરી લેવી તમારા માટે સારી નિવડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન