મહિલાને તેના પાલતૂ અજગરના ઈરાદા વિશે ડોક્ટરે કહ્યું, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • મહિલાને તેના પાલતૂ અજગરના ઈરાદા વિશે ડોક્ટરે કહ્યું, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ

મહિલાને તેના પાલતૂ અજગરના ઈરાદા વિશે ડોક્ટરે કહ્યું, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ

 | 5:42 pm IST

સાપ જોતા જ લોકોના મોતિયા મરી જતા હોય છે. ત્યારે કેટલાક લોકો સાપને પણ પાલતૂ જાનવરની જેમ પાળતા હોય છે. આજે આપણે જે મહિલાની વાત કરવાના છીએ, તે અજગરને પાળે છે. પરંતુ આ મહિલા સાથે જે થયું તે બાબત હેરાન કરી દેનારી હતી. આ બાબત જેણે પણ સાંભળી તે જાણીને ચોંકી ગયા હતા.

7 ફીટના વિશાળ અજગરને પાળનારી આ મહિલા દરેક રાતે પોતાના પાલતૂ અજગર સાથે ઊંઘતી હતી. એક દિવસ અચાનક જ આ સાપે ખાવાનુંપીવાનું છોડી દીધું હતું. તેથી મહિલા તેને વેટરનરી ડોક્ટર પાસે લઈ ગઈ હતી, અહી જતા જ તેને ચોંકાવનારી બાબતનો ખુલાસો થયો હતો.

ડોક્ટરે મહિલાને અનેક સવાલો પૂછ્યા
ડોક્ટરે મહિલાને સવાલો પૂછ્યા કે, શું તમે અજગર દરેક રાતે તમારી સાથે સૂઈ જાય છે. તો મહિલાએ હા પાડી. ડોક્ટરે પૂછ્યું કે, શું તે તમને લપેટીને સૂઈ જાય છે કે, તેનું શરીર સ્ટ્રેચ કરીને સૂએ છે. ત્યારે મહિલાએ કહ્યું કે, તે સ્ટ્રેચ કરીને સૂઈ જાય છે.

અજગરનું દિમાગ પારખી ગયેલા ડોક્ટરે તરત કહ્યું કે, અજગરે ખાવાપીવાનું એટલા માટે છોડી દીધું હતું કે, તે મહિલાને જ ખાવાની તૈયારી કરી રહ્યો હતો. અજગર તેના પાલક મહિલાને પસંદ કરતો ન હતો. અજગર તેને લપેટતો હતો અને પછી સ્ટ્રેચ એટલા માટે કરતો હતો કે, તે અંદાજો લગાવી શકે છે કે તેની ખુદની લંબાઈ એટલી છે કે નહિ કે તે યુવતીને ગળી શકે.