This government app is very useful, you should have all these apps in your phone
  • Home
  • Technology
  • ખુબ જ કામની છે આ સરકારી એપ, તમારા ફોનમાં આ તમામ એપ જરૂરથી હોવી જોઇએ

ખુબ જ કામની છે આ સરકારી એપ, તમારા ફોનમાં આ તમામ એપ જરૂરથી હોવી જોઇએ

 | 6:02 pm IST

ભારત સરકારની ડિઝિટલ ઇન્ડિયા સ્કિમના કારણે આજે ગૂગલ પ્લે-સ્ટોર પર એટલીબધી સરકારી એપ છે, જેના થકી લોકોને ખુબ જ ફાયદો થઇ રહ્યો છે. આજે અમે તમને એવી સરકારી એપ વિશે જણાવીશુ, જે તમારા માટે કામની છે.

Aarogya Setu App

આરોગ્ય સેતુ મોબાઇલ એપને દેશમાં કોરોના સંક્રમણના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને લોંચ કરવામાં આવી છે. આ એપ સંક્રમિતોની લોકેશનને ટ્રેસ કરે છે અને યૂઝર્સને સંક્રમિતોના સંપર્કમાં આવાથી નોટિફિકેશન દ્વારા માહિતી આપે છે. આ સિવાય યૂઝર્સ આ એપથી પણ જાણકારી આપી શકે છે કે તેમની આસપાસ કોરોના સંક્રમણનો કેટલો ખતરો છે.

DigiLocker

ડિઝિટલ લોકર એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર છે. આ એપની સાઇઝ 7.2 એમબી છે. લોકો આ એપમાં જરૂરી દસ્તાવેજો જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ અને પૈન કાર્ડને ડિઝિટલ ફોર્મેટમા રાખી શકે છે. તેમા તમે પોતાની કોલેજના સર્ટિફિકેટ પણ સેવ કરી રાખી શકો છો. આથી લોકોને હંમેશા પોતાની પાસે દસ્તાવેજોની હાર્ડ કોપી રાખવાની જરૂર નથી પડ્તી.

Himaat Plus

સરકારે આ એપને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બનાવી છે. આ એપનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને સૌથી પહેલા દિલ્હી પોલીસની આધિકારિક સાઇટ પર જઇ પોતાનું રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. તેની ખુબી એ છે કે જો યૂઝર આ એપથી મુશ્કેલ પરિસ્થિતિમાં એલર્ટ મોકલે છે તો આ જાણકારી સીધી દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમ સુધી પહોંચી જાય છે. માત્ર આટલું જ નહી આ એલર્ટમાં લોકેશન અને ઓડિયો જેવી જાણકારી પણ મળી જાય છે.

UMANG

યૂઝર્સ આ એપ દ્વારા તમામ સરકારી સેવાઓનો લાભ ઉઠાવી શકો છો. યૂઝર્સને આ એપ માં એમ્પલોઇ પ્રોવિડેંટ ફંડ (EPF), પૈન, આધાર, ડિઝિટલ લોકર, ગેસ બુકિંહ, મોબાઇલ બિલ પેમેન્ટ અને વીજળીનું બિલ ભરવાની સેવાઓ મળશે. તમારી જાણાકારી માટે બતાવી દઇએ કે આ એપને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને નેશનલ ઇ-ગવર્નેસ ડિવિઝન સાથે મળી તૈયારી કરવામાં આવી છે.

M Aadhaar 

લોકો માટે યૂઆઇડીએઆઇનું એમ-આધાર એપ ખુબ જ કામની છે. કારણ કે લોકોને તેમા ઘણી બધી સુવિધાઓ મળશે. લોકો આ એપમાં આધાર કાર્ડને ડિઝિટલ ફોર્મેટમાં રાખી શકો છો. સાથે જ લોકો પોતાની બાયોમેટ્રીક જાણકારીને સુરક્ષિત રાખી શક્શો. ત્યાં જ આ એપની સાઇઝ 45 એમબી છે. જરૂર પડતા આ એપ દ્વારા પણ તમે આધાર કાર્ડ દેખાડી શકો છો.

My Gov

સરકારની આ એપ ખુબ જ ખાસ છે કારણ કે લોકો આ પ્લેટફોર્મ દ્વારા વિભાગો અને મંત્રાલયોને સલાહ આપી શકે છે. ત્યાં જ આ એપ ગૂદલ પ્લે અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જો તમારી પાસે કોઇ યોજનાને લઇ કોઇ સલાહ અથવા આઇડિયા છે તો તમે સરકારને આપી શકો છો.

આ વીડિયો પણ જુઓ: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન