This Indian Become Multimillionaire in just One Day Through Xiaomi
  • Home
  • Business
  • Xiaomiએ આ ભારતીયને રાતોરાત બનાવ્યો 320 કરોડનો માલિક!

Xiaomiએ આ ભારતીયને રાતોરાત બનાવ્યો 320 કરોડનો માલિક!

 | 3:00 pm IST

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ગત દિવસોમાં હોંગકોંગ શેયર બજારમાં એન્ટ્રી કરી હતી. 9 જુલાઈએ કંપની દ્વારા લાવવામાં આવેલા ઇનિશલ પબ્લિક ઑફરિંગની શરૂઆત ટ્રેડ વૉરની આશંકાને કારણે અપેક્ષા મુજબની રહી નહતી, પરંતુ એક ભારતીયની સંપત્તિમાં 320 કરોડ રૂપિયાનો ફાયદો થઇ ગયો છે.

મનુ કુમાર જૈન શાઓમી ઇન્ડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ છે. ભારતમાં શાઓમીને સ્થાપિત કરવામાં તેમની મોટી ભૂમિકા રહી છે અને હવે કંપનીએ તેમને શ્રીલંકા, નેપાલ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા વગેરમાં પ્રસાર કરવાની જવાબદારી સોંપી છે. હોંગકોંગમાં જેવી શાઓમીની લિસ્ટિંગ થઇ મનુની સંપત્તિમાં અંદાજે 320 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

37 વર્ષનાં મનુ જૈન બોર્ડ અને સિનિયર મેનેજમેન્ટ ટીમનાં 10 સભ્યોમાં એકમાત્ર વિદેશી છે, જેમને એપ્લાઇ સ્ટૉક ઑનરશિપ પ્લાન(ESOP) અંતર્ગત શેર પ્રાપ્ત છે. તેમની પાસે 23 લાખ શેર છે. તેઓ વૈશ્વિક સ્તરે ત્રીજા સૌથી મોટા ESOP હૉલ્ડર છે. જૂન 2014માં શાઓમી ભારત આવ્યુ, ત્યારબાદ તેમને 5 ભાગોમાં શેયર અલોટ કરવામાં આવ્યા હતા. મનુ જૈનની આગેવાનીમાં શાઓમીએ ગત ક્વાટરમાં સેમસંગને પછાડ્યું હતુ. નાણાકીય વર્ષ 2017માં તેમની ગ્રોસ સેલરી 65 લાખ રૂપિયા હતી. મનુ કુમાર જૈન પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં મેરઠનાં વતની છે.