ભારતના આ છે નવા રન મશીન, બસ ટીમ ઈન્ડિયામાં થઈ જાય સ્વિચ ઓન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારતના આ છે નવા રન મશીન, બસ ટીમ ઈન્ડિયામાં થઈ જાય સ્વિચ ઓન

ભારતના આ છે નવા રન મશીન, બસ ટીમ ઈન્ડિયામાં થઈ જાય સ્વિચ ઓન

 | 11:28 am IST

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય સ્તરે એક પછી એક રેકોર્ડ ભોંય ભેગા કરી રહ્યા છે, ત્યારે ઘરઆંગણે મયંક અગ્રવાલે બેટીંગ ઝંઝાવાત સર્જયું છે. વિજય હજારે ટ્રોફીમાં 26 વર્ષના મયંકે 90 રન ખડક્યા હતાં. ભારતમાં ઘરઆંગણે બે હજાર કરતાં વધુ રન કરનાર તેઓ પ્રથમ ક્રિકેટર છે. તેમાં આઠ સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે.

રણજી ટ્રોફીમાં મયંકે પાંચ દાવમાં 105.45ની સરેરાશ સાથે 1160 રન ખડક્યા છે. સૈયદ મુસ્તાકઅલી ટી-20 ટુર્નામેન્ટમાં તેમની સરેરાશ 145 રહી છે. જ્યારે વિજય હજારે ટ્રોફીમાં 100ની સરેરાશ સાથે 723 રન બનાવ્યા છે. આ ટ્રોફીમાં મયંકે ત્રણ સદી પણ ફટકારી છે.