This is How Criminal's Made Plan of Lokrishak Paper Leak
  • Home
  • Featured
  • આ રીતે લોકરક્ષક પેપર લીકનાં આરોપીઓએ ઘડ્યો હતો પ્લાન, જાણીને ચોંકી જશો

આ રીતે લોકરક્ષક પેપર લીકનાં આરોપીઓએ ઘડ્યો હતો પ્લાન, જાણીને ચોંકી જશો

 | 10:48 am IST

ગઈકાલે રવિવારનાં રોજ લેવામાં આવનારી લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થઈ જતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મામલે તપાસની ધમધમાટ શરૂ થઈ હતી. હવે આ ઘટનાનાં આરોપીઓની ધરપકડ થઈ છે. આ મામલે બનાસકાંઠાનાં એદ્રાણાનાં મુકેશ ચૌધરી, વડોદરાનાં યશપાલ સોલંકી, મનહર પટેલ, પીએસઆઈ પી.વી. પટેલ, ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલનાં સંચાલક રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે.

મોટાભાગનાં જવાબો પ્રશ્નપત્રમાં પુછાયેલા સવાલોનાં હતા

ઘટના પ્રમાણે સવારે પોલીસ ભરતી બૉર્ડનાં વાયરલેસ સબ ઇન્સપેક્ટર ભરત બોરાણાએ ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલની રેક્ટર રૂપલ શર્માને એક વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો. આ મેસેજમાં પ્રશ્નોનાં જવાબ હતા. ત્યારે રૂપલે પુછ્યું હતુ કે શું આ પ્રશ્નોના સાચા જવાબો છે? ત્યારે બોરાણાએ કહ્યું કે મને ખબર નથી કે કયા પ્રશ્નો પુછાયા છે. બોરાણાએ ત્યારબાદ ભરતી બૉર્ડનાં અધ્યક્ષ વિકાસ સહાયને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સહાયે તેમને પેપર વ્હોટ્સએપ કરવા જણાવ્યું હતુ. વ્હોટસેએપમાં મળેલા જવાબો જોઇને ખુદ સહાય પણ ચોંકી ગયા હતા. મોટાભાગનાં જવાબો પ્રશ્નપત્રમાં પુછાયેલા સવાલોનાં હતા. પ્રશ્નપત્રનાં સીલ ખુલવાની હજુ વાર હતી ત્યારે સહાયે તાત્કાલિક મીટિંગ બોલાવીને પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. સવારે 9 વાગ્યા આસપાસ પેપર લીકની જવાબવહી મળી હતી. તો 11 વાગ્યા આસપાસ પેપર લીકની ગંધ અધિકારીઓને આવી ગઈ હતી. 12:30 વાગ્યે સત્તાવાર પેપર લીક થયું હોવાનું અને પરીક્ષા રદ્દ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રશ્નપત્ર દિલ્હીથી મળ્યું હોવાના પ્રબળ સંભાવના

મોડી રાત્રે મહિલા અને યશપાલ સિંહની સંડોવણી બહાર આવી હતી. ગાંધીનગરનાં રૂપલ શર્માની પુછપરછ કરવામાં આવી. આ ઘટનામાં વાયરલેસ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.વી. પટેલ અને બનાસકાંઠા જીલ્લાનાં મુકેશ મૂળજીભાઈ ચૌધરી સામેલ હોવાનું ખુલ્યુ હતુ. જયેશ નામની વ્યક્તિએ તેમને સવારે જ જવાબો આપ્યા હતા. જયેશ મનહર પટેલની સૂચનાથી પ્રશ્નપત્રનાં જવાબો આપવા ગયો હતો. મનહરે પુછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેને લુણાવાડાનાં યશપાલસિંહ સોલંકી તરફથી આ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા. યશપાલ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં સ્વાસ્થ્ય વિભાગમાં કૉન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. દરેક ઉમેદવારદીઠ 5 લાખ રૂપિયામાં પેપર વેચાયા હતા. યશપાલસિંહને આ પ્રશ્નપત્ર દિલ્હીથી મળ્યું હોવાના અનુમાન છે. યશપાલ 1લી ડિસેમ્બરનાં રોજ દિલ્હી ગયો હતો.