This Is How Haldi Ceremony in Covid Pandemic, Video Viral On Net
  • Home
  • Corona
  • કોરોના કાળમાં આ રીતે થાય હલ્દી સેરેમની, વીડિયો જોઈ લોકોએ કહ્યું- ભારતીયો પાસે દરેક વસ્તુનો જુગાડ

કોરોના કાળમાં આ રીતે થાય હલ્દી સેરેમની, વીડિયો જોઈ લોકોએ કહ્યું- ભારતીયો પાસે દરેક વસ્તુનો જુગાડ

 | 10:17 am IST

હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે. અનલોકના તબક્કામાં લોકો જરૂરી સાવચેતી સાથે પ્રસંગો કરતાં જોવા મળી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં અમુક સિલેક્ટેડ વ્યક્તિઓને જ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં હાલ સોશિયલ મીડિયામાં લગ્ન પ્રસંગમાં હલ્દી સેરેમનીનો વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. કોરોના કાળમાં સામાજિક અંતરનું ધ્યાન રાખીને હલ્દી સેરેમની કેવી રીતે યોજી શકાય છે આ તેનું આદર્શ ઉદાહરણ છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે યુવતી હલ્દી લગાવવા માટે નીચે બેઠી છે. અને મહેમાન માસ્ક પહેરીને પેઈન્ટ માટેનું રોલર બ્રશ વડે યુવતીને હલ્દી લગાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. અને લોકો હસીને લોથપોથ થઈને કહી રહ્યા છે કે, ભારતીયો પાસે દરેક વસ્તુનો જુગાડ હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન