This Is How Prasad Of Laddu For Ram Temple Will Be Made
  • Home
  • Featured
  • અયોધ્યા: પુલવામાનું કેસર, કેરળનાં કાજૂ, ઑસ્ટ્રેલિયાનું બેસન… આ રીતે બનશે ‘રઘુપતિ લાડુ’

અયોધ્યા: પુલવામાનું કેસર, કેરળનાં કાજૂ, ઑસ્ટ્રેલિયાનું બેસન… આ રીતે બનશે ‘રઘુપતિ લાડુ’

 | 4:58 pm IST

અયોધ્યામાં 5 ઑગષ્ટનાં શ્રીરામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનનાં અવસર પર પટનાનું મહાવીર મંદિર ખાસ લાડુ બનાવી રહ્યું છે. ભૂમિ પૂજન સમારંભનાં અવસર પર પટનાનાં મહાવીર મંદિર તરફથી નૈવેધમ લાડવાનું પ્રસાદ આપવામાં આવશે. આ માટે સવા લાખ લાડુ અયોધ્યામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.

કેસરની ડીલિવરી કાશ્મીરનાં પુલવામાથી

આ વિશેષ લાડુ માટે ગાયનું શુદ્ધ ઘી બેંગલુરૂથી મંગાવવામાં આવ્યું છે અને રાજા બ્રાન્ડનું બેસન ઑસ્ટ્રેલિયાથી આવ્યું છે. કેસરની ડીલિવરી કાશ્મીરનાં પુલવામાથી થઈ છે, જ્યારે ઇલાયચી, કાજૂ અને કિશમિશને કેરળથી મંગાવવામાં આવ્યા છે. આ લાડુઓની મિઠાશ ઉત્તર પ્રદેશની મિલોમાં બનનારી ખાંડથી મળી છે. લાડુનાં ડબ્બાઓ પટણાથી મોકલામાં આવ્યા છે. ઉલ્લેખીય છે કે પુલવામાનું કેસર ઘણું જ કિંમતી હોય છે.

તિરૂપતિનાં કુશલ કારીગર લાડુ બનાવવામાં લાગ્યા

મહાવીર મંદિર ટ્રસ્ટનાં સચિવ આચાર્ય કિશોર કુણાલે જણાવ્યું કે અયોધ્યામાં નૈવેદ્યમ રઘુપતિ લાડુનાં નામથી વિતરિત કરવામાં આવશે.અયોધ્યામાં તિરૂપતિનાં કુશલ કારીગર લાડુ બનાવવામાં લાગ્યા છે. જરૂરિયાત પડવા પર વધારે લાડવા બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહાવીર મંદિર ટ્રસ્ટ રામ મંદિર નિર્માણમાં આગળ પડતો ભાગ લઈ રહ્યું છે.

મંદિર નિર્માણ માટે સહાય

આચાર્ય કિશોર કુણાલે કહ્યું કે, 2 કરોડ રૂપિયા મહાવીર સ્થાન ન્યાસ સમિતિ મંદિર નિર્માણ માટે આપી રહી છે. રિપોર્ટ પ્રમાણે જો સ્વર્ણ સેવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મહાવીર ટ્રસ્ટને તક આપશે તો ગર્ભગૃહ અને આના દ્વાર સહિત સિંહાસન પણ સ્વર્ણ મણિ રત્ન જડિત બનાવવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: UPના કેબિનેટ મંત્રીનું કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન