Video: This is how to be careful when looking at God
  • Home
  • Featured
  • VIDEO: આટલા શાસ્ત્રોક્ત નિયમો ધ્યાનમાં રાખીને જ કરવી મદિરમાં દેવી દેવતાઓની પ્રદક્ષિણા

VIDEO: આટલા શાસ્ત્રોક્ત નિયમો ધ્યાનમાં રાખીને જ કરવી મદિરમાં દેવી દેવતાઓની પ્રદક્ષિણા

 | 9:03 am IST

આજે છે મહા વદ ચૌદશ અને શનિવાર. આજે ભજીશુ હનુમાનજી અને શનિદેવનું નામ. આજે જાણીશુ કે મંદિરમાં જ્યારે આપણે પ્રભુના દર્શન કરવા જઈએ ત્યારે પરિક્રમાં કરતી વખતે કયા નિયમોનું કરવુ પાલન. જેના નામ સ્મરણથી આસુરી શક્તિનો નાશ થાય છે એવા પવનપુત્ર હનુમાનજીની આપણે ઉપાસના કરીશુ.

દેવ હનુમાનની કૃપા મેળવવા માટે ભક્તો કેટ કેટલાય પ્રયત્નો કરતા હોય છે. દાદાને તેલ અર્પણ કરે છે. સિંદુર ચઢાવે છે. શ્રીરામની ઉપાસના પણ કરે છે. અને બજરંગ બલી પણ જાણે ભક્તોની તમામ અરજ સાંભળતા હોય તેમ તમામ ભક્તોને આશિર્વાદ પણ આપે છે.

આજના સમયમાં મનુષ્યના જીવનમાં અનેક સમસ્યાઓ છે જેના કારણે તેનુ મન નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે પરંતુ કહેવાય છે ને કે પ્રભુ સ્મરણ અને તેનું ભજન કિર્તન આપના જીવનમાં સકારાત્મકતા બક્ષે છે. શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે કે મંદિરમાં દેવી દેવતાઓની પ્રદક્ષિણા કરતી વેળાએ કયા શાસ્ત્રોક્ત નિયમો ધ્યાનમાં રાખવા. આપણે મંદિરમાં દેવી દેવતાઓના દર્શન કરવા જઈએ છીએ ત્યારે પ્રભુને વંદન કર્યા બાદ તેમની પ્રદક્ષિણા કરીએ છીએ.

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આવું કરવાથી જે ઈશ્વરમાં રહેલી સકારાત્મક ઉર્જા હોય છે તે મનુષ્યને પ્રાપ્ત થાય છે પરંતુ પ્રદક્ષિણા કરતી વખતે કેટલાક નિયમો અનુસરવા અતિ આવશ્યક છે. તો આવો આજની ખાસ વાતમાં જાણીએ પ્રદક્ષિણા કરવાના નિયમો શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન