This is how to change the font style and stylish font on WhatsApp
  • Home
  • Tech
  • WhatsApp ઉપર ફોન્ટ સ્ટાઈલને આસાનીથી બદલો, ચેટ કરવામાં આવશે મજા

WhatsApp ઉપર ફોન્ટ સ્ટાઈલને આસાનીથી બદલો, ચેટ કરવામાં આવશે મજા

 | 3:37 pm IST
  • Share

  • વોટ્સએપમાં સ્ટાઈલિશ ફોન્ટનો થઈ શકશે ઉપયોગ
  • ગુગલ પ્લે સ્ટોર પરથી કીબોર્ડ એપ કરવી પડશે ડાઉનલોડ
  • અલગ અલગ સ્ટાઈલમાં ફોન્ટ કરી શકાશે ચેન્જ

સોશિયલ મીડિયા પર આજે વોટ્સએપ ખુબ જ મહત્વનું પાસું બની ગયું છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો આજે વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. તમે આ વોટ્સએપર ઉપર ઘણાબધા યુઝર્સને સ્ટાઈલિશ ફોન્ટમાં સેમેજ કરતા જોયા હશે. જો તમે ઈચ્છો તો વોટ્સએપ ઉપર ચેટ દરમિયાન નવા સ્ટાઈલિશ ફોન્ટનો ઉપયોગ કરી શકો છો. આમ તો તેના માટે તમારે કંઈ ખાસ કરવાની તો જરૂર નથી. તેના માટે તમારે ગુગલ પ્લે સ્ટોર પરથી કીબોર્ડ એપને ડાઉનલોડ કરવી પડશે.

વોટ્સએપ પર આ રીતે ફોન્ટને કરો ચેન્જ

વોટ્સએપ પર ડિફોલ્ટ ફોન્ટની જગ્યાએ નવા ફોન્ટનો ઉપયોગ કરવા માટે ફિન્ટ્સ એપ (https://play.google.com/store/apps/details?id=com.fontskeyboard.fonts&hl…) નો ઉપયોગ કરી શકો છો. આ એપના યૂઝર્સ ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. સારી વાત એ છે કે એપ એકદમ એડ ફ્રી છે. આ એપને યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલની એપ સ્ટોર પરથી પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે.

આ એપને ચાલુ કર્યા પછી તે તમારા કીબોર્ડને અનેબલ કરવાની પરમિશન માંગે છે. તેના પછી અનેબલ ફોન્ટ કીબોર્ડ ઉપર ક્લિક કરો. પરમિશન આપ્યા પછી તમને કીબોર્ડ સેટિંગ્સને મેસેજ કરવુ પડશે. તના માટે તમારે ટોગલ ફોર ફોન્ટ પર ક્લિક કરવું પડશે. પછી ડિફોલ્ટ કીબોર્ડ માટે ફોન્ટ કિબોર્ડને સિલેક્ટ કરવું પડશે.

તેના પછી અહિંયા પર તમારે પોપ અપ મેસેજ જોવા મળશે કે આ ઈનપુટ મેથડથી પર્સનલ ડેટાને કલેક્ટ કરી શકાય છે. જો તમે તેનાથી સહમત હોવ તો પછી ઓકે પર ક્લિક કરો. તેના પછી આ એક બીજુ પોપ અપ મેસેજ બતાવશે કે જો તમે ફોન માટે સ્ક્રીન લોકનો ઉપયોગ કરો છો તો આ એપ ત્યાં સુધી ઓપન નહીં થાય. જ્યાંસુધી તમે ફોનને અનલોક નહીં કરો. તમે અહીંયા પણ ઓકે પર ક્લિક કરો.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો