આ છે અમારી નવી ક્લબઃ કેટરીના કૈફ - Sandesh

આ છે અમારી નવી ક્લબઃ કેટરીના કૈફ

 | 12:46 am IST

કોરોના વાઈરસના લીધે સિનેજગત લોકડાઉન છે. તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. મોટાભાગના સેલિબ્રિટીસ સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ કરીને સમય પસાર કરી રહ્યાં છે. ત્યારે કેટરીના કૈફ પણ પાછળ નથી. કેટરીના કૈફની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. સિનેજગતમાં લોકડાઉન પછી કેટરીના સોશિયલ મીડિયામાં વિવિધ પોસ્ટ કરી રહી છે. કેટરીનાએ વધુ એક પોસ્ટ તેના ફેન્સ માટે કરી છે. હાલ ઘરમાં રહીને તે શું કામ કરી રહી છે તેને લઈને વિવિધ પોસ્ટ પણ શેર કરે છે. કેટરીના કૈફની સાથેસાથે વરુણ ધવન અને અર્જુન કપૂરની પણ પોલ ખુલી ગઈ છે. વાત એવી છે કે, કેટરીના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેની સાથે વરુણ ધવન અને અર્જુન કપૂર પણ છે. કેટરીનાએ આ બંને અભિનેતા સાથે વીડિયો કોલ કરતાં કરતાં એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે. જેમાં ત્રણેય સ્ટાર વીડિયો કોલથી વાતો કરીને સમય પસાર કરી રહ્યાં છે. આ તસવીર પોસ્ટ કરતા કેટરીના કૈફે લખ્યું હતું કે, એકવાર ફરીથી મુલાકાત. આ છે અમારી નવી ક્લબ. અમે હાલ આઈસોલેટેડ છીએ. કેટરીના, વરુણ અને અર્જુન કપૂર ગાઢ મિત્રો છે. પહેલાં આ ત્રણેય એકબીજાના દુશ્મન હતાં. જે વાતનો ખુલાસો કેટરીનાએ એક ટીવી શોમાં કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન