This is right way to apply aloe vera, it will cause every problem on skin
  • Home
  • Fashion & Beauty
  • એલોવેરાને લગાવવાની યોગ્ય રીત આ રહી, થશે ત્વચા પરની દરેક સમસ્યાઓ

એલોવેરાને લગાવવાની યોગ્ય રીત આ રહી, થશે ત્વચા પરની દરેક સમસ્યાઓ

 | 9:24 am IST

એલોવેરા જેને વંડર પ્લાન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. જેના ઘણા ફાયદાઓ છે. સ્વાસ્થ્યની સાથે તે સુંદરતા માટે પણ વરદાન સમાન છે તેના એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ચહેરાની અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. પરંતુ તેને લગાવવાની યોગ્ય રીત ખબર હોવી જોઇએ.

એલોવેરા જેલ તમે પ્લાન્ટમાંથી ઘરે પણ બનાવી શકો છો કે બજારમાંથી પણ લાવી શકો છો.

– જો તમે સનબર્ન માટે તેનો ઉપયોગ કરી રહ્યા છો તો એલોવેરા જેલને થોડીક વાર માટે ફ્રીઝમાં રાખી દો અને તેમા થોડૂંક ગુલાબજળ ઉમેરીને ચહેરા પર લગાવીને રાખો. રોજ રાતે તેને ચહેરા પર લગાવીને સૂઇ જાઓ.

– ડેડ સ્કિન દૂર કરવા માટે એલોવેરા જેલ લગાવવા માટે ફેસવોશ અને પાણીથી તમારી ત્વચા સાફ કરો. ચહેરા પર એલોવેરા જેલની હળવી લેયર લગાવો તે બાદ હળવું ભીનું કાપડ લઇને તેને સ્ક્રબ કરી લૂંછી લો.

– એન્ટી એજિંગ જેલ તરીકે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તેમા વિટામીન ડીનું તેલ અને વિટામીન સીનો પાવડર મિક્સ કરીને લગાવો.

– મેકઅપ સાફ કરવા માટે કોટનમાં એલોવેરા જેલ લઇને મેકઅપને હળવા હાથથી સાફ કરો.

આ પણ જુઓ : કીડનીમાં પથરી થવાનું કારણ છે આ વસ્તુઓ, તમે પણ જાણો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન