આ છે બાળકોને ગમે તેવુ એડવેન્ચર ડેસ્ટિનેશન, ટ્રેકિંગ, બર્ડ સ્પોટિંગ જેવા આકર્ષણના કેન્દ્ર - Sandesh
  • Home
  • Kids Corner
  • આ છે બાળકોને ગમે તેવુ એડવેન્ચર ડેસ્ટિનેશન, ટ્રેકિંગ, બર્ડ સ્પોટિંગ જેવા આકર્ષણના કેન્દ્ર

આ છે બાળકોને ગમે તેવુ એડવેન્ચર ડેસ્ટિનેશન, ટ્રેકિંગ, બર્ડ સ્પોટિંગ જેવા આકર્ષણના કેન્દ્ર

 | 4:28 pm IST

ચાલો ફરવા

ભીમેશ્વરી કર્ણાટકના બેંગ્લોર શહેરથી ૧૦૦ કિમી દૂર આવેલું વાઇલ્ડલાઇફ સેન્ચ્યૂઅરી છે. આ અભયારણ્ય બારાચુક્કી, મેકેદાતુ, ગગનચુક્કી જેવા ધોધ પાસે આવ્યું છે.

આ અભયારણ્ય એ કુદરતપ્રેમી માટે શ્રેષ્ઠ જગ્યા છે. ભીમેશ્વરીની આસપાસ વસતા લોકો માટેનો આ બેસ્ટ પિકનિક પોઇન્ટ છે. ત્યાં વાંદરાં, મગર, ચિત્તા, હરણ જેવાં પ્રાણીની પ્રજાતિ વિચરે છે. ભીમેશ્વરીની મુલાકાત માટે ડિસેમ્બરથી માર્ચ બેસ્ટ ટાઇમ છે. ત્યાં ટ્રેકિંગ, બર્ડ સ્પોટિંગ જેવી પ્રવૃત્તિ પણ થાય છે. ભીમેશ્વરી ફિશિંગ માટેનું ડેસ્ટિનેશન માનવામાં આવે છે.

એડવેન્ચરપ્રિય લોકો માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં થતી પ્રવૃત્તિને બે ભાગમાં વહેંચી શકાય, લેન્ડ બેસ્ડ એક્ટિવિટી અને રિવર બેસ્ડ એક્ટિવિટી.

રિવર બેસ્ડ એક્ટિવિટીમાં ફિશિંગ અને બોટ રાઇડ કેમ ભૂલી શકાય! અહીં મહશીર નામની એક માછલી જોવા મળે છે. વરસાદની મોસમમાં અહીં રિવર રાફ્ટિંગની મજા પણ માણી શકાય છે. ફિશિંગ સાથે બોટ રાઇડનો લહાવો લેવો અદ્ભુત છે. ભીમેશ્વરી કુદરતી સાધન સંપન્નથી ભરપૂર સૌંદર્યનો નજારો છે, જે તમારી આંખમાં વસી જશે.

લેન્ડ બેસ્ડ એક્ટિવિટીમાં ટ્રેકિંગ અને કેમ્પ જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન નદી પૂરેપૂરી પાણીથી ભરેલી હોય છે. નદીની આસપાસનો વિસ્તાર ગ્રીનરીથી પથરાયેલો લાગે છે. સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીનો સમય ખૂબ આહ્લાદક અને હૂંફાળો હોય છે. બર્ડ વોચર માટે આ સમય બેસ્ટ ગણાય છે. ત્યાં જાત જાતનાં પક્ષીઓ પણ જોવા મળે છે.