This is The Reason Why MS Dhoni Took Ball From Empire
NIFTY 11,398.70 -36.40  |  SENSEX 37,745.54 +-106.46  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીએ આ કારણે અમ્પાયર પાસેથી લીધો હતો બૉલ, કારણ જાણીને થઇ જશો ફેન

ધોનીએ આ કારણે અમ્પાયર પાસેથી લીધો હતો બૉલ, કારણ જાણીને થઇ જશો ફેન

 | 12:29 pm IST

ભારતનાં પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામેની સીરીઝની અંતિમ વનડે મેચમાં એમ્પાયર પાસેથી બૉલ લઇ લીધો હતો, ત્યારબાદ તેની નિવૃત્તિની અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે ધોનીએ ખુદ આ રહસ્ય પરથી પર્દો ઉઠાવ્યો છે. તેમણે જે ખુલાસો કર્યો તેમાં ધોનીની દૂરઅંદેશી જોવા મળી છે.

ધોનીએ આ રહસ્યને ખોલતા કહ્યું, “મે બૉલ એ માટે માંગ્યો કારણ કે હું એ જોવા માંગતો હતો કે આપણે જરૂરી રિવર્સ સ્વિંગ કેમ મેળવી નથી શકતા. આગામી વર્ષે અમારે ઇંગ્લેન્ડમાં વિશ્વકપ રમવાનો છે અને અમારે એ વાતની ખાતરી કરવાની છે કે અમને જરૂરી રિવર્સ સ્વિંગ કયા કારણોસર નથી મળી રહ્યો? આગામી વર્ષે અમારે ઇંગ્લેન્ડમાં વિશ્વકપ રમવાનો છે અને અમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે અમને રિવર્સ સ્વિંગ મળે; કેમ કે આ મહત્વપૂર્ણ છે. જો વિરોધીને રિવર્સ સ્વિંગ મળતી હોય તો આપણને કેમ નહીં?”

ધોનીએ કહ્યું, “ઇનિંગ પૂર્ણ થયા પછી ICC માટે બૉલ ઉપયોગી રહેતો નથી. આ માટે મે એમ્પાયરને વિનંતી કરી કે શું હું બૉલ લઇ શકુ છું? અને બૉલ બૉલિંગ કૉચને આપી દીધો.” કોહલીની પ્રશંસા કરતા ધોનીએ કહ્યું, “તે ટીમને આગળ લઇને જઇ રહ્યો છે અને તમે એક નેતૃત્વકર્તાથી આ જ ઇચ્છો છો. આ માટે તેને મારી શુભેચ્છાઓ.”