This is the smallest budget speech record in the name of the finance minister
  • Home
  • Budget
  • આ નાણા મંત્રીના નામે છે સૌથી નાનું બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ, કહ્યા માત્ર 800 શબ્દો

આ નાણા મંત્રીના નામે છે સૌથી નાનું બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ, કહ્યા માત્ર 800 શબ્દો

 | 11:10 am IST

કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં નવો રેકોર્ડ સ્થાપી દીધો. તેમણે શનિવારે લગભગ 2 કલાક 41 મિનિટનું ભાષણ આપ્યું જે બજેટ ઇતિહાસમાં સૌથી લાંબૂ ભાષણ છે. નાણા મંત્રીએ બજેટ 2019માં 2 કલાક 17 મિનિટ સુધી ભાષણ આપ્યું અને આ વખતે તેમણે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો.

આ બજેટની ખાસ વાત એ રહી કે, ભાષણ બાદ પણ બજેટના છેલ્લા 2 પાના તેમણે વાંચ્યા નહી. બજેટ રજૂ કરતા સમયે નાણા મંત્રી પરસેવાથી રેબઝેબ થઇ ગયા, જેના પછી મંત્રી હરસિમરત કૌરે તેમને પાણી આપ્યું. વર્ષ 2014માં તાત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીના બજેટ ભાષણનો સમય 2 કલાક 10 મિનિટનો હતો, ત્યાં જ પૂર્ણ નાણા મંત્રી જસવંત સિંહ 2003માં લગભગ 2 કલાક 13 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું.

સૌથી નાનુ ભાષણ

બે કલાકથી વધુના ભાષણ ગણીવાર આપવામા આવ્યા છે. 2 કલાકથી વધુ સમય સુધી ભાષણ વાંચનારા ગણા નાણા મંત્રી થઇ ગયા. પરંતુ અત્યાર સુધીમાં કોઇ પણ નાણા મંત્રીએ નિર્મલા સીતારમણ જેટલું લાંબૂ ભાષણ આપ્યુ નથી. 2003માં તત્કાલિન નાણા મંત્રી જસવંત સિંહે 2 કલાક 13 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યુ હતું. 2014માં તત્કાલિન નાણા મંત્રી અરૂણ જેટલીએ 2 કલાક 10 મિનિટ સુધીનું બજેટ ભાષણ આપ્યુ હતું.

પરંતુ શબ્દોના હિસાબે સૌથી લાંબુ ભાષણ 1991માં તત્કાલિન નાણા મંત્રી મનમોહન સિંહનું હતું, જેમા 18,650 શબ્દ હતા. તેના પછી 2017માં અરૂણ જેટલીએ 18,604 શબ્દોનું બજેટ ભાષણ વાંચ્યું હતું. 1977માં હિરૂભાઇ પટેલે માત્ર 800 શબ્દોનું સૌથી નાનું ભાષણ આપ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : ચીનમાં ફસાયેલા ભારતીયોને સાથે ફ્લાઈટ રવાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન