This is the truth behind this hilarious pant dropping
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ભાષણ આપતા આપતા નેતાજીનું પેંટ જ ઉતરી ગયું

Video : ભાષણ આપતા આપતા નેતાજીનું પેંટ જ ઉતરી ગયું

 | 4:18 pm IST

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નેતા ભાષણ આપી રહ્યાં છે. પરંતુ તે દરમિયાન લોકો વચ્ચે જાહેરમાં જ તેમનું પેંટ ઉતરી જાય છે. હવે આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયાં છે. ભાજપનું કહેવું છે કે, આ કોંગ્રેસના નેતા છે. જેમનું નામ રાકેશ પરિખ છે. જ્યારે કોંગ્રેસના નેતા તેને ભાજપના નેતાનો વીડિયો ગણાવી રહ્યાં છે. તો કેટલાકનું કહેવું છે કે, આ નેતા ના તો ભાજપના છે કે ના તો કોંગ્રેસના આ નેતા માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. આ નેતાનું નામ મોહમ્મદ ઉમર સિદ્ધિકી છે. જેઓ ઉત્તરાખંડમાં નગર નિગમના પૂર્વ ચેરમેન છે. ઉધમસિંહનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં સિદ્દિકીનું આ પેંટ ઉતરી ગયું હતું. તે સમયે સિદ્ધિકીએ બસપામાં હતાં અને હાલ તેઓ ઉત્તરાખંડ ક્રાંતિ દળમાં છે.