This is Virat Kohli from TikTok, you will be shocked to see
  • Home
  • Technology
  • TikTokનાં કોહલીએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી, જોઈને તમારી આંખો પહોળી રહી જશે!

TikTokનાં કોહલીએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી, જોઈને તમારી આંખો પહોળી રહી જશે!

 | 12:11 pm IST

ક્રિકેટના ક્ષેત્રમાં રેકોર્ડ તોડવાથી લઈને ટીવી એડ સુધીની ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી દરેક જગ્યાએ છે. આથી જ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ટિકટોક પર ઘણી બધી ચર્ચાઓમાં રહ્યો છે.

ટિકટોક પર આ સ્ટારનું નામ ગૌરવ અરોરા છે, જેનો લુક બરાબર વિરાટ કોહલી જેવો છે. પ્રથમ નજરમાં લોકો તેનો વીડિયો જોઈને ચોંકી જાય છે.

ગૌરવ અરોરા નામના આ ટિકટોક યૂઝરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019ની જાહેરાતનો એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં બુમરાહ વિરાટ કોહલીને એમ કહીને પડકાર ફેંકી રહ્યો છે કે- ‘ચિકુ ભૈયા, આ આ રહા હું મેં’. ચાલો જોઈએ ગૌરવ અરોરાના કેટલીક રસપ્રદ વીડિઓ.

ટિકટોક સુપરસ્ટાર ગૌરવ અરોરાના લગભગ 5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ટિકટોકના એકાઉન્ટ પર 48.1 મિલિયન લાઈક્સ છે. અગાઉ નાઝિમ ખાન નામના ઇન્સ્ટાગ્રામ મોડેલ સલમાન ખાનના લુકાલીક તરીકે પ્રખ્યાત થયો છે. તે પણ ટિકટોક સ્ટાર બનીને 2 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.

ટિકટોક એ એક સોશિયલ મીડિયા મનોરંજન એપ્લિકેશન છે, જેના દ્વારા વપરાશકર્તાઓ ટૂંકા વીડિઓઝ બનાવે છે અને શેર કરે છે. તેની વિશેષ વાત એ છે કે આના પર યુઝરે પોતાનો અવાજ આપવાનો હોતો નથી, પરંતુ તેને ફક્ત ‘લિપ્સિંક’ કરવાનું રહે છે. આના પર કોઈપણ વીડિઓ અવધિની મર્યાદા 15 સેકંડ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન