This Is What Virat Kohli Feels About IndvsPak Match
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-પાકિસ્તાન મેચને લઇને વિરાટ કોહલીનો આ છે ઇરાદો, સરફરાઝે પણ આપ્યો જવાબ

ભારત-પાકિસ્તાન મેચને લઇને વિરાટ કોહલીનો આ છે ઇરાદો, સરફરાઝે પણ આપ્યો જવાબ

 | 4:37 pm IST

ક્રિકેટ વિશ્વ કપ શરૂ થવાની હવે ફેન્સ રાહ જોઇ રહ્યા છે. વિશ્વભરમાં ક્રિકેટ ફેન્સ વિશ્વ કપને લઇને ઘણા ઉત્સુક જોવા મળી રહ્યા છે. 30 મેનાં રોજ શરૂ થનારા ક્રિકેટ વિશ્વ કપની 12મી સીઝનમાં દરેકને રોમાંચક મુકાબલાની આશા છે. વિરાટ કોહલીની આગેવાની ટીમ ઇન્ડિયાએ આ વખતે વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો કે ભારત વિશ્વ કપ જીતવા માટે લોઢાનાં ચણા ચાવવા જેટલી મહેનત અને ઝનૂન બતાવવા પડશે.

ભારતીય ટીમ 5 જૂનનાં રોજ પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. તો 16 જૂનનાં રોજ ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન બે દમદાર ટીમો સામ સામે હશે. વાત કરવામાં આવે બંને ટીમો વચ્ચેનાં મુકાબલાની તો વર્લ્ડ ક્રિકેટમાં ફેન્સ સહિત દરેકની નજર ભારત અને પાકિસ્તાનની મેચ પર હશે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો હાઈ વૉલ્ટેજ હોય છે. આને ધ્યાનમાં રાખીને વિરાટ કોહલી અને સરફરાઝ અહમદને આઈસીસીનાં એક ઇન્ટરવ્યૂમાં ભારત-પાકિસ્તાન મેચને લઇને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો તો પોતાની વાત સૌની સમક્ષ રાખી હતી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, “અમારા માટે આ એક અન્ય મેચ છે, જેને અમે ટીમ તરીકે જીતવા માંગીએ છીએ. આમાં દબાવ હોય છે કારણ કે સ્ટેડિયમનો માહોલ ઘણો જ અલગ હોય છે, પરંતુ ફક્ત મેચમાં પ્રતિસ્પર્ધા શરૂ થયા પહેલા જ તમે તેને અનુભવી શકો છો. મેચ શરૂ થતા જ અમારા માટે ફક્ત આ મેચ બની જાય છે.”

તો પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે કહ્યું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની હંમેશા પ્રતિક્ષા થાય છે, પરંતુ જો તમે ખેલાડીઓને પુછો તો જે રીતે પ્રશંસકો જુએ છે તેનાથી બિલકુલ અલગ છે. જ્યારે તમે સ્ટેડિયમમાં પ્રવેશ કરો છો તો ખેલાડીઓનાં રોમાંચને અનુભવી શકો છો, પરંતુ મેદાન પર જતા જ મેચ પ્રોફેશનલ થઇ જાય છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન