This Is Why Akshay Kumar and Salman Khan Did Not Attended DeepVeer's Reception
  • Home
  • Featured
  • Photos: દીપવીરનાં રીસેપ્શનને અવગણી આ શાહી લગ્નમાં ગયા હતા સલમાન-અક્ષય

Photos: દીપવીરનાં રીસેપ્શનને અવગણી આ શાહી લગ્નમાં ગયા હતા સલમાન-અક્ષય

 | 3:00 pm IST

1 ડિસેમ્બરનાં રોજ મુંબઈમાં ન્યૂલીવેડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે રીસેપ્શન પાર્ટી આપી હતી. આમાં ઘણા નામી બોલીવુડ સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ સલમાન ખાન અને અક્ષય કુમાર જોવા મળ્યા નહોતા. અક્ષય અને સલમાનનાં દીપવીર સાથે સારા રીલેશન છે. પાર્ટીમાં સલમાન ખાનનો સંપૂર્ણ પરિવાર પહોંચ્યો હતો, પરંતુ સલમાન ખાન પહોંચ્યો નહોતો. બંને એક્ટર્સ દીપવીરનાં રીસેપ્શનમાં નહોતા ગયા તેના વિશે હવે ખુલાસો થઈ ગયો છે.

વાત એમ છે કે આ દરમિયાન અક્ષય કુમાર અને સલમાન ખાન થાઈલેન્ડનાં ફુકેટમાં શાહી લગ્ન અટેન્ડ કરવા પહોંચ્યા હતા. આ કુણાલ સમતાની અને દિવ્યા વાસવાનીની એક ગ્રેન્ડ વેડિંગ હતી. કુણાલ સમતાની, કિશોર અને માલા સમતાનીનો દીકરો છે જે હૉન્ગકૉન્ગમાં મોટા ભારતીય બિઝનેસમેન છે. લગ્ન ઘણા જ શાહી હતા. આ લગ્નમાં સલમાન ખાન, અક્ષય કુમાર ઉપરાંત હોલીવુડ સિંગર એકૉન, મનીષ પૉલ, ઈશા ગુપ્તા અને ડેઝી શાહ પણ હાજર હતા. સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કમાલ ખાનની સાથે સુપરહિટ સૉન્ગ ‘ઓ ઓ જાને જાના’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર કિશોર અને માલા સમતાનીનો સારો દોસ્ત છે. તે સંપૂર્ણ લગ્ન દરમિયાન ત્યાં હાજર હતા. એક્ટરે મીકા સિંહ સાથે સ્ટેજ પર પરફૉર્મેન્સ આપ્યું હતુ.