This Is Why Boney Kapoor Opposing Film Sridevi Bungalow
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ 5 કારણોને લીધે પ્રિયા પ્રકાશની ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’નો વિરોધ કરી રહ્યા છે બોની કપૂર

આ 5 કારણોને લીધે પ્રિયા પ્રકાશની ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’નો વિરોધ કરી રહ્યા છે બોની કપૂર

 | 3:58 pm IST

ગયા વર્ષે દુબઈની એક હૉટલમાં શ્રીદેવીનું મોત થયું હતુ. પૉસ્ટમમોર્ટમ રીપોર્ટ પ્રમાણે શ્રીદેવીનું મોત બાથટબમાં ડૂબવાથી થયું હતુ. હવે એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ‘શ્રીદેવી બંગલો’. ફિલ્મનાં ટીઝરથી એવું લાગી રહ્યું છે કે આ શ્રીદેવીની બાયૉપિક છે. શ્રીદેવીનાં પતિ બોની કપૂર આ ફિલ્મની વિરોધમાં છે. બોનીએ આ ફિલ્મનાં પ્રોડ્યુસરને નોટિસ મોકલી છે. બોની નથી ઇચ્છતા કે આ ફિલ્મ દ્વારા કોઇ એવી વાત સામે આવે જેનાથી શ્રીદેવી યા તેમનાં પરિવારની છબિને નુકસાન થાય.

1. શ્રીદેવી અને મિથુન ચક્રવર્તીનું લાંબુ અફેર ચાલ્યુ હતુ. કેટલાક લોકોનું તો કહેવું છે કે શ્રીદેવીએ મિથુન ચક્રવર્તી સાથે લગ્ન પણ કર્યા હતા. આ વાતનાં કોઇ પુરાવા નથી કે લગ્ન થયા હતા. આ શ્રીદેવીની કેરિયરનો સૌથી ખરાબ સમય હતો જે બોની કપૂર પડદા પર દર્શાવવા નહીં ઇચ્છે.

2. શ્રીદેવી સાથે લગ્ન વખતે બોની કપૂર પરિણીત હતા. બોનીએ પોતાની પહેલી પત્ની મોના કપૂરને તલાક આપ્યા હતા. ત્યારબાદ અર્જુન કપૂર અને તેની બહેન અંશુલાએ ઘણી મુશ્કેલીઓ ઊઠાવવી પડી હતી. અર્જુન કપૂર અને શ્રીદેવી વચ્ચે સારા સંબંધ નહોતા. આવામાં કપૂર પરિવાર નહીં ઇચ્છે કે તેમના પારિવારિક વિવાદ પડદા પર આવે.

3. જાણીતી લેખિકા અને કોમલિસ્ટ શોભા ડેએ લખ્યું હતુ કે, ‘જ્યારે મોના કપૂર (બોની કપૂરની પહેલી પત્ની અને અર્જુન કપૂરની માતા)નું નિધન થયું ત્યારે તેમના અંતિમ દર્શનમાં ઘણા લોકો પહોંચ્યા હતા, પરંતુ શ્રીદેવી ગયા નહોતા. તેમની બંને દીકરીઓ પણ તેમના અંતિમ દર્શને ગઇ નહોતી, જ્યારે એક જમાનામાં મોના અને તેમની વચ્ચે સારી દોસ્તી હતી.”

5. એક સમય હતો જ્યારે શ્રીદેવી અને તેમની બહેન શ્રીલતાનાં સંબંધોને લઇને ઉદાહરણ આપવામાં આવતુ હતુ કે બહેનો હોય તો આવી, પરંતુ ત્યારબાદ બંને વચ્ચે પ્રોપર્ટીને લઇને વિવાદ થયો હતો અને આ કારણે ઘણા વર્ષો સુધી બોલચાલ નહોતી થઇ. બંનેનો કેસ લાંબા સમય સુધી ચાલતો રહ્યો.

6. એવું ઘણીવાર થયું કે શ્રીદેવી દારૂનાં નશામાં જોવા મળી. યૂટ્યૂબ પર એવા ઘણા વિડીયો છે જેમાં તે દારૂનાં નશામાં કોઇપણ રેસ્ટોરેન્ટ અથવા હોટલથી નીકળી રહી છે. શ્રીદેવીનાં મોતનું કારણ પણ તેનો નશો માનવામાં આવે છે. આ કેટલાક કારણો છે જે બોની કપૂર પડદા પર આવે તેવું નહીં ઇચ્છે.