This Is Why China Is Not Happy With Removal Of Article 370
  • Home
  • Featured
  • કલમ 370 હટાવવાનાં કારણે ચીનને કેમ છે વાંધો? આ રહ્યું સૌથી મોટું કારણ

કલમ 370 હટાવવાનાં કારણે ચીનને કેમ છે વાંધો? આ રહ્યું સૌથી મોટું કારણ

 | 4:32 pm IST

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવાનાં ભારત સરકારનાં નિર્ણયની વિરુદ્ધ પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ શુક્રવારનાં પોતાના દોસ્ત ચીન તરફ પ્રયાણ કર્યું. કુરૈશીએ પણ દાવો કર્યો કે ચીને પાકિસ્તાનને સંપૂર્ણ મદદનું આશ્વાસન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ પાકિસ્તાન ચીનનાં ભરોસે કાશ્મીર મુદ્દો ઉઠાવવાની હિંમત ભેગી કરી રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ચીન કેટલી મજબૂતીથી અને કેટલા લાંબા સમય સુધી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો સાથ આપશે?

બેઇજિંગની સૌથી વધારે નારાજગી ભારત સરકારે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો તેનાથી છે, જ્યાં અક્શાઈ ચીન પર તે પોતાનો અધિકાર હોવાનો દાવો રજૂ કરી રહ્યું છે. ચીનની સરકારનાં પ્રવક્તાએ ભારતનાં નિર્ણયને અસ્વીકાર્ય ગણાવતા કહ્યું હતુ કે કાશ્મીર ક્ષેત્રમાં અધિકારો અને હિતોની લડાઈમાં તે પાકિસ્તાનની મદદ કરશે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રીનાં ચીન પ્રવાસ પછી વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ લી સાથે સોમવારનાં બેઇજિંગમાં મુલાકાત કરી.

બંનેની પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, “વાતચીત દરમિયાન અક્સાઈ ચીનનો મુદ્દો પણ ઉઠ્યો. ચીનને ચિંતા હતી કે કલમ 370નાં કારણે ભારત-ચીનની સીમા પર અસર પડી શકે છે, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારતનો નિર્ણય આંતરરાષ્ટ્રિય સીમા પર ખાસ અસર નહીં નાંખે. આનાથી ફક્ત ભારતની અંદર જ રાજ્યમાં અસર થશે.”

ચીને ક્ષેત્રીય મુદ્દાઓ પર હંમેશા પાકિસ્તાનનો સાથ આપ્યો છે. વર્તમાનમાં ભારતની પાસે કાશ્મીરનો 45 ટકા ભાગ છે, પાકિસ્તાન પાસે 35 ટકા અને બાકીનો 20 ટકા ચીનની નિયંત્રણ રેખામાં છે. ચીન અરૂણાચલ પ્રદેશમાં પણ લગભગ 90,000 વર્ગ પર પોતાનો દાવો રજૂ કરે છે. બીજી તરફ ભારત અક્સાઈ ચીન પઠારનાં 38,000 વર્ગ કિમી પર પોતાનો દાવો કરે છે. ચીન અને ભારત વચ્ચે તમામ ક્ષેત્રીય વિવાદ રહ્યા છે.

કલમ 370 હટાવવાનાં તરત બાદ ચીનનાં વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, “ચીને હંમેશા ભારતનાં વહીવટી અધિકાર ક્ષેત્રમાં સ્થિતિ ચીન-ભારત સીમાનાં પશ્ચિમી ખંડમાં ભારતીય પક્ષ પર આપત્તિ દર્શાવી છે. આ સ્થિતિ અટલ છે અને કોઈપણ રીતે બદલાઈ નથી. તાજેતરમાં જ ભારતે એકતરફી કાયદાકીય બદલાવ કરીને ચીનની ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે. ભારતનું પગલુ અસ્વીકાર્ય છે અને તેની કોઇપણ કાયદાકીય અસર નહીં થાય.”

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે મોદી સરકારનો લદ્દાખને સીધા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય ભૂ-રાજનીતિક પગલું હતો. થિંક ટેંક ઇ્ટરનેશનલ સિક્યોરિટી સ્ટડીમા શોધકર્તા સમીર પાટિલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “લદ્દાખમાં ચીનનો પ્રભાવ સતત વધી રહ્યો હતો. ખાસ કરીને આ ક્ષેત્રમાં ચીનનાં આર્થિક કદમનાં કારણથી. બીજી તરફ ભારત સરકાર તરફથી આ ક્ષેત્રમાં ઓછી દિલચસ્પી લેવામાં આવી રહી હતી. મોદી સરકારનો નિર્ણય વહીવટી અને ભૂ-રાજનીતિક ફેક્ટર બંનેથી પ્રેરિત છે.”

વિશ્લેષક બસુનું માનવું છે કે મોદીનાં કાશ્મીર નિર્ણય બાદ ભારત-ચીનનાં સંબંધો પર કંઇ ખરાબ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, “ભારતીય પીએમ મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે બંને દેશોનાં સંબંધોને એ રીતે ઢાળ્યા છે કે કોઇપણ વિવાદનો પડછાયો સહયોગનાં ક્ષેત્ર પર ના પડે. આ કારણે રાજદ્વારી ક્ષેત્રે પોસ્ચરિંગ તો થશે, પરંતુ તેનાથી વધારે કંઇ નહીં થાય.”

આ વિડીયો પણ જુઓ: પતિને પત્નીએ એક કિડની આપી પતિનો જીવ બચાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન