This Is Why Player Of The Tournament Given To Williamson
  • Home
  • Sports
  • Cricket
  • રોહિત શર્માની જગ્યાએ આ એક કારણે વિલિયમ્સનને પસંદ કરાયો ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’

રોહિત શર્માની જગ્યાએ આ એક કારણે વિલિયમ્સનને પસંદ કરાયો ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’

 | 5:19 pm IST

ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સનને વર્લ્ડ કપ 2019માં શાનદાર પરફૉર્મન્સ માટે ‘મેન ઑફ ધ ટૂર્નામેન્ટ’ પસંદ કરવામાં આવ્યો. વર્લ્ડ કપ 2019માં ‘મેન ઑફ ધ ટૂર્નામેન્ટ’ બનવાનાં હકદારમાં રોહિત શર્મા, મિચેલ સ્ટાર્ક અને શાકિબ-અલ-હસન હતા, પરંતુ આઈસીસીની સ્વતંત્ર પેનલે ‘મેન ઑફ ધ ટૂર્નામેન્ટ’નો ખિતાબ આપ્યો.

સમગ્ર વર્લ્ડ કપમાં વિલિયમ્સને કરી સૌથી સારી કેપ્ટનશિપ

ઇંગ્લેન્ડ સામે સુપર ઑવરમાં મળેલી હાર બાદ ન્યૂઝીલેન્ડનું વર્લ્ડ કપ જીતવાનું સપનુ તૂટી ગયું, પરંતુ કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ તરફથી એકમાત્ર એવો બેટ્સમેન રહ્યો જેણે ના ફક્ત 2 સદી ફટકારી, પરંતુ ટીમને લીડ કરવાની કુશળતા પણ તેણે બતાવી. ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેનોમાં ફક્ત કેન વિલિયમ્સનનું જ બેટ લગભગ તમામ મેચોમાં ચાલ્યું. ટૂર્નામેન્ટ દરમિયાન વિલિયમ્સનની કેપ્ટનશિપે પણ દિલ જીતી લીધા અને તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ શાંત જોવા મળ્યો. આ જ કારણે રહ્યું કે તેને ‘મેન ઑફ ધ ટૂર્નામેન્ટ’ બનાવવામાં આવ્યો.

ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતુ ન્યૂઝીલેન્ડ

કેન વિલિયમ્સનની આગેવાનીમાં કીવી ટીમે સેમિ-ફાઇનલમાં ભારત જેવી દમદાર ટીમને હરાવીને વિશ્વ કપની ફાઇનલમાં જગ્યા બનાવી. ફાઇનલમાં પણ તેણે યજમાન ઇંગ્લેન્ડને જીતવાનાં ફાંફા પાડ્યા અને મેચ ટાઈ પાડી તેમજ સુપર ઑવર પણ ટાઈ પાડી. જો કે વધારે બાઉન્ડ્રી મારી હોવાના કારણે ઇંગ્લેન્ડની ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી અને ન્યૂઝીલેન્ડે નિરાશ થવું પડ્યું.

રોહિત શર્માએ બનાવ્યા હતા સૌથી વધારે રન

કેન વિલિયમ્સને આ વર્લ્ડ કપની 9 ઇનિંગમાં 82.57 રનની સરેરાશથી 578 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 2 અડધી સદી સામેલ હતી. જો કે રન બનાવવાનાં મામલે રોહિત શર્મા (648 રન, 5 સદી), ડેવિડ વૉર્નર (647 રન, 2 સદી) અને શાકિબ-અલ-હસન (606 રન, 11 વિકેટ) બાદ વિલિયમ્સન ચોથા નંબરે હતો. કેન વિલિયમ્સને 578 રન બનાવવાની સાથે 2 વિકેટ પણ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન