This Is Why Rishabh Pant Included In Indian Team Of CWC19
  • Home
  • Sports
  • Cricket
  • આ પાંચ કારણે ઋષભ પંતને શિખર ધવનની જગ્યાએ ટીમમાં કરાયો સામેલ

આ પાંચ કારણે ઋષભ પંતને શિખર ધવનની જગ્યાએ ટીમમાં કરાયો સામેલ

 | 8:31 pm IST

ટીમ ઇન્ડિયાનાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઇજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ ભારતની વિશ્વ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સમાચાર છે કે પંત ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ઇંગ્લેન્ડ પહોંચી જશે. જણાવી દઇએ કે વર્લ્ડ કપ માટે જ્યારે ટીમ પસંદ કરવામાં આવી હતી, ત્યારે પસંદગીકારોએ પંતને નજરઅંદાજ કરીને દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કર્યો હતો. તે વખતે પંતને વિશ્વ કપની ટીમમાં સામેલ ના કરવામાં અનેક ચર્ચાઓ થઈ હતી.

IPL 2019માં શાનદાર પ્રદર્શન

આઈપીએલ 2019માં ઋષભ પંતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. દિલ્લી કેપિટલ્સની તરફથી રમતા પંતે 16 મેચમાં 162.66ની સ્ટ્રાઇક રેટથી 488 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી હતી.

વિકેટકીપિંગ ક્ષમતા

ઋષભ પંતની પાસે વિકેટકીપિંગ ક્ષમતા લાજવાબ છે. તે 37 વર્ષનાં એમએસ ધોનીનાં વિકલ્પ તરીકે સાબિત થઈ શકે છે. જો કોઇ મેચમાં ધોનીને આરામ કરવાની જરૂર હોય તો પંત તેની ભૂમિકા નીભાવી શકે છે. એટલું જ નહીં પંત મિડલ ઑર્ડરમાં પણ સારી રીતે ફિટ બેસી શકે છે.

ઇંગ્લેન્ડમાં પંતનો રેકૉર્ડ સારો

21 વર્ષનાં આ ડાબોડી બેટ્સમેનો ઇંગ્લેન્ડમાં રેકૉર્ડ સારો છે. તે ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી ટેસ્ટ સીરીઝમાં સદી ફટાકારી ચુક્યો છે. ત્યાંની પિચોથી તે વાકેફ છે. આ સાથે તે બેટથી સારા રન પણ બનાવી શકે છે.

ઝડપી ગતિએ રન બનાવવાની ક્ષમતા

જો કોઇ પણ મથામણ વગર છગ્ગાઓ મારવાનો પ્રશ્ન છે તો ઋષભ પંત મોટા છગ્ગાઓ ફટકારી શકે છે. ઘણી વખત પંતે એકલા દમ પર મેચ જીતાડવાની ક્ષમતા બતાવી છે. ધવનનાં ના રમતા કેએલ રાહુલ રોહિત શર્મા સાથે ઑપનિંગ કરશે. તો પંત નંબર ચારની ભૂમિકામાં જોવા મળી શકે છે.

ટીમમાં સંતુલન (ઑપનિંગ)

શિખર ધવન ઇજાગ્રસ્ત થવાના કારણે ભારતીય ટીમને ઝાટકો લાગ્યો છે, પરંતુ પંત જો સામેલ થઈ જાય છે તો ટીમ સંતુલિત જોવા મળશે. પંત રહેતા નંબર-4ની સમસ્યાનું નિવારણ આવી જશે, કેમકે પંતની પાસે એ ક્ષમતા છે કે તે નંબર-4ની સાથે સાથે મધ્યમ ક્રમમાં પણ બેટિંગ કરી શકે છે.

પંતનાં કેરિયર પર નજર નાખીએ તો તેણે ફક્ત 5 વન ડે જ રમી છે, જેમાં 23.25ની સામાન્ય સરેરાશથી ફક્ત 93 રન જ બનાવ્યા છે. આ દરમિયા તેનો સર્વાધિક સ્કૉર 36 રનનો રહ્યો છે. જો કે પંતની ક્ષમતા આ આંકડાઓ કરતા ઘણી વધારે છે. તેણે 32 ફર્સ્ટ ક્લાસ મેચમાં 53થી વધારેની એવરેજથી 2440 રન બનાવ્યા છે. આ દરમિયાન 6 સદી અને 10 અડધી સદી ફટકારી છે. આઈપીએલમાં તેણે 54 મેચોમાં 36થી વધારેની એવરેજથી 1736 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 11 અડધી સદી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન