રિસર્ચમાં આવ્યું સામે, આ કારણે દારૂનો એક પેગ અંદર જતા લોકો અંગ્રેજીમાં બોલવા લાગે છે – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રિસર્ચમાં આવ્યું સામે, આ કારણે દારૂનો એક પેગ અંદર જતા લોકો અંગ્રેજીમાં બોલવા લાગે છે

રિસર્ચમાં આવ્યું સામે, આ કારણે દારૂનો એક પેગ અંદર જતા લોકો અંગ્રેજીમાં બોલવા લાગે છે

 | 9:50 pm IST
  • Share

દારૂનું વ્યસન કરતા લોકો દારૂ પીધા બાદ બબડતા હોય છે. દારૂ પીધા બાદ તેમની ભાષા અને તેમનું વર્તન બદલાતુ તમે જોયું હશે. કેટલાક લોકો દારૂ પીધા બાદ અંગ્રેજી બોલવા લાગતા હોય છે. દારૂ પીધા વગર જે લોકોને અંગ્રેજ બોલતા ડર લાગતો હોય છે તે લોકો દારૂ પીધા બાદ અંગ્રેજી બોલવા લાગતા હોય છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જ્યારે વ્યક્તિ દારૂના નશામાં હોય છે ત્યારે તેને અન્ય ભાષા શીખવામાં મદદ મળે છે.

50 જર્મન લોકો પર થયું સંશોધન

યૂનિવર્સિટી ઑફ લિવરપૂલ, બ્રિટનની એક કૉલેજ તથા નેધરલેન્ડની યૂનિવર્સિટી ઑફ માસ્ટ્રિચના સંશોધકોએ તેના પર રિસર્ચ કર્યું છે. સંશોધનથી સામે આવ્યું છે કે આલ્કોહોલના પ્રમાણ દ્વારા ભાષાકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે. સંશોધન દ્વારા ડચ ભાષા શીખતા 50 જર્મન લોકોના જૂથની પસંદગી કરવામાં આવી. આમાના કેટલાક લોકોને ઓછી માત્રામાં દારૂ આપવામાં આવ્યો હતો અને કેટલાક લોકોને દારૂ પીવા આપવામાં આવ્યો નહોતો.

દારૂ પીધા બાદ ડચ ભાષામાં બોલવા કહેવામાં આવ્યું

દારૂ પીધા બાદ જર્મન લોકોના જૂથને નેધરલેન્ડના લોકો સાથે ડચ ભાષામાં બોલવા કહેવામાં આવ્યું હતુ. તેમાં બહાર આવ્યું હતુ કે, જે લોકોના પીણામાં દારૂ હતો તેઓ શબ્દો યોગ્ય રીતે ઉચ્ચાર્યા હતા. તેમને ભાષાના ઉપયોગ દરમિયાન કોઈ ખચકાટ નહોતો. તે લોકો નશામાં ડચ ભાષામાં ખુલીને વાતો કરતા હતા. આ લોકોને તેમના વજનની તુલનામાં થોડી માત્રામાં દારૂ આપવામાં આવ્યો હતો. ઓછા પ્રમાણમાં દારૂ આપ્યા બાદ આ પરિણામો સામે આવ્યા છે.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં કોરોનાની ભયજનક સ્થિતિ નવા 4021 કેસ, 35 દર્દીના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન